Home /News /election2017 /

મોદી સાથે KBC રમતાં-રમતાં ફસાયા રાહુલ, સાતમાં સવાલનું ટ્વિટ કર્યું ડિલિટ

મોદી સાથે KBC રમતાં-રમતાં ફસાયા રાહુલ, સાતમાં સવાલનું ટ્વિટ કર્યું ડિલિટ

દરરોજ કોઈને કોઈ મુદ્દે મોદીને સવાલ પૂછી રહેલા રાહુલ ગાંધીએ આજે (મંગળવારે) સાતમો સવાલ કર્યો. રાહુલે ટ્વિટ કરીને શાયરાના અંદાજમાં મોદીને સવાલ કર્યો હતો કે શું ભાજપ સરકાર ફક્ત અમીરોની જ સરકાર છે?

દરરોજ કોઈને કોઈ મુદ્દે મોદીને સવાલ પૂછી રહેલા રાહુલ ગાંધીએ આજે (મંગળવારે) સાતમો સવાલ કર્યો. રાહુલે ટ્વિટ કરીને શાયરાના અંદાજમાં મોદીને સવાલ કર્યો હતો કે શું ભાજપ સરકાર ફક્ત અમીરોની જ સરકાર છે?

નવી દિલ્હીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દરરોજ કોઈને કોઈ મુદ્દે નરેન્દ્ર મોદીને ટ્વિટર પર સવાલ કરી રહ્યા છે. આજે (મંગલવારે) રાહુલે મોદીને પ્રશ્નો કર્યો હતો કે, શું ભાજપ ફક્ત અમીરોની જ સરકાર છે? સાથે તેમણે એક તસવીર પોસ્ટ કરીને મોંઘવારીના આંકડાઓ જણાવ્યા હતા. જોકે, આ આંકડાઓમાં ભૂલ હોવાને કારણે રાહુલે પોતાનું ટ્વિટ ડિલિટ કરવું પડ્યું હતું.

રાહુલ ગાંધીનું ટ્વિટ

જુમલો કી બેવફાઈ માર ગઈ
નોટબંધી કી લુટાઈ માર ગઈ
GST સારી કમાઈ માર ગઈ
બાકી કુછ બચા તો..મહંગાઈ માર ગઈ
બઢતે દામો સે જીના દુશ્વર
બસ અમીરો કી હોગી ભાજપ સરકાર?

છઠ્ઠો સવાલઃ ફિક્સ-કોન્ટ્રાક્ટરોને રૂ. 5,500-10,000 વેતન જ કેમ?

22 વર્ષોનો હિસાબ. ગુજરાત માંગે જવાબ. ભાજપનો બેવડો માર. એક તરફ યુવા બેરોજગાર. બીજી તરફ ફિક્સ પગારદાર અને કોન્ટ્રાક્ટ કર્મચારી બેહાલ. સાતમા પગાર પંચમાં રૂ. 18,000 માસિક પગાર હોવા છતા ફિક્સ અને કોન્ટ્રાક્ટ પગાર રૂ.5,5૦૦ અને રૂ.10,000 કેમ?

રાહુલનો પાંચમો સવાલઃ ગુજરાતની બહેનોને કર્યો માત્ર વાયદો?

ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ, મહિલાઓને મળ્યું માત્ર શોષણ. આંગણવાડી વર્કર અને આશા, સૌને આપી માત્ર નિરાશા. ગુજરાતની બહેનોને કર્યો માત્ર વાયદો, પૂરો કરવાનો ક્યારેય ન હતો ઈરાદો.

રાહુલનો ચોથો સવાલઃ ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન કઈ રીતે થશે સાકાર?

શિક્ષણ વ્યવસ્થાનો કર્યો વેપાર, મોંઘી ફીથી વિદ્યાર્થીઓ પર બોજો. ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન કઈ રીતે થશે સાકાર? સરકારી શિક્ષણના ખર્ચ પર ગુજરાત દેશમાં 26માં નંબરે કેમ? યુવાનોએ શું ભૂલ કરી?

ત્રીજો સવાલઃ વીજળી ખરીદી ખાનગી કંપનીઓના ખિસ્સા કેમ ભર્યા?

રાહુલે મોદીને સવાલ કરતા ટ્વિટમાં લખ્યું છે કે, '22 વર્ષનો હિસાબ. ગુજરાત માગે જવાબ. પ્રધાનમંત્રીજીને ત્રીજો સવાલ. 2002-16 વચ્ચે રૂ.62,549 કરોડની વીજળી ખરીદીને 4 ખાનગી કંપનીઓનાં ખિસ્સા કેમ ભર્યા? સરકારી વીજળી કારખાનાઓની ક્ષમતા 62% ઘટાડી પણ ખાનગી કંપનીઓ પાસેથી રૂ.3 પ્રતિ યુનિટની વીજળી રૂ.24માં કેમ ખરીદી? પ્રજાની કમાણી કેમ લૂંટાવી?

બીજો સવાલઃ તમારા ગેરવહીવટના ખર્ચની સજા ગુજરાતની જનતા કેમ ચૂકવે?

રાહુલે ટ્વિટ કરીને મોદીને સવાલ કર્યો છે કે ગુજરાત ઉપર આટલું બધું દેવું છે તો તમારા ગેરવહીવટની સજા પ્રજા કેમ ભોગવે? રાહુલે ટ્વિટ પર લખ્યું છે કે, 1995માં ગુજરાતના માથે 9,183 કરોડનો બોજ. 2017માં ગુજરાતના માથે 2,41,000 કરોડનો બોજ. દરેક ગુજરાતી પર 37,000નું દેવું. તમારા નાણાકીય ગેરવહીવટ અને પ્રચાર ખર્ચની સજા ગુજરાતની જનતા કેમ ચૂકવે?

પ્રથમ સવાલઃ ઘરનું વચન પુરું કરતા શું 45 વર્ષ લાગશે?

રાહુલે ગુજરાત મુલાકાત પહેલા એક ટ્વિટ કરીને મોદી પાસેથી ગુજરાતના 22 વર્ષનો હિસાબ માંગ્યો હતો. રાહુલે ટ્વિટર પર લખ્યું છે કે, '22 વર્ષનો હિસાબ, ગુજરાત માંગી રહ્યું છે જવાબ. 2012માં વચન આપ્યું હતું કે, 50 લાખ નવા ઘર બનશે. 5 વર્ષમાં માત્ર 4.72 લાખ ઘર બન્યા. પ્રધાનમંત્રીજી અમને જણાવો કે શું આ વચન પુરું કરતા 45 વર્ષ લાગશે?'

rahul gandhi tweet
First published:

Tags: Assembly election 2017, Bjp government, Gujarat Election 2017, Rahul 7th question to modi, Rahul gandhi tweet

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन