અમદાવાદની તાજ હોટલમાં પાસ કન્વિનર હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી વચ્ચે બંધ બારણે બેઠક મળી છે. આ સાથે જ ચર્ચાઓ ચાલુ થઇ ગઇ છે કે હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ પકડી શકે છે.
અત્યાર સુધીમાં OBC નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઇ ચુક્યા છે. આજે તે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇને તેનું એલાન કરે તેવી શક્યતા છે. ત્યારે હવે હાર્દિક પણ કોંગ્રેસમાં જોડાય તેવી પૂરે પૂરી શક્યતાઓ સેવાઇ રહી છે. આ પહેલાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સાથે હાર્દિક પટેલે આજે મુલાકાત કરી હતી.
અલ્પેશ ઠાકોરે બે દિવસ પહેલાં કોંગ્રેસમાં જોડવવાનું એલાન કર્યું હતું. જેના ભાગરૂપે આજે અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધી ગાંધીનગરમાં એક મંચ ઉપરથી સભાને સંબોધન કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર