3 દિવસ ગુજરાતમાં રોકાશે રાહુલ ગાંધી, થઇ શકે છે 'હાર્દિક' સ્વાગત

Network18 | News18 Gujarati
Updated: October 23, 2017, 10:55 AM IST
3 દિવસ ગુજરાતમાં રોકાશે રાહુલ ગાંધી, થઇ શકે છે 'હાર્દિક' સ્વાગત
રાહુલ ગાંધી અહીં OBCનાં 'નવસર્જન જનાદેશ મહાસમ્મેલન'નો ભાગ બનશે. સૂત્રોની માનીયે તો, તે બાદ રાહુલ ગાંધી પાટીદાર નેતા હાર્દિક પટેલથી પણ મુલાકાત કરી શકે છે
Network18 | News18 Gujarati
Updated: October 23, 2017, 10:55 AM IST
ગુજરાત વિધાન સભાની તારીખોનું એલાન થાય તે પહેલાં દરેક રાજકીય પાર્ટીઓ પોતાનું પ્રચાર પ્રસાર જોરે શોરે કરવામાંગે છે. છેલ્લાં 22 દિવસમોમાં પ્રધાનમંત્રી મોદી ત્રણ વખત ગુજરાત પ્રવાસે આવી ગયા છે. તો ગઇકાલે જ તેઓ ગુજરાતનાં મહેમાન હતાં. અને હવે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યાં છે. એટલું જ નહીં તે અહીંયા ત્રણ દિવસ રોકાશે.

રાહુલનાં ગુજરાત પ્રવાસની શરૂઆત અમદાવાદમાં રેલીથી થશે. અહીં તે OBCનાં 'નવસર્જન જનાદેશ મહાસમ્મેલન'નો ભાગ બનશે. સૂત્રોની માનીયે તો, તે બાદ રાહુલ ગાંધી પાટીદાર નેતા હાર્દિક પટેલથી પણ મુલાકાત કરી શકે છે. આપને જણાવી દઇએ કે પહેલાં હાર્દિક પટેલે રાહુલ ગાંધીને મળવાનો ઇન્કાર કર્યો હતો.

'નવસર્જન જનાદેશ મહાસમ્મેલન'નું આયોજન ગુજરાતનાં OBC નેતા અલ્પેશ ઠાકુરે કર્યુ છે અલ્પેશ આજથી મહાસમ્મેલનમાં કોંગ્રેસમાં સત્તાવાર રીતે શામિલ થઇ શકે છે. તેવામાં કોંગ્રેસે હાર્દિક પટેલ અને દલિત નેતા જિગ્નેશ મેવાણીને પણ પાર્ટીમાં શામેલ થવાની ઓફર કરી છે પણ હજાલમાં તો બંનેને આ ઓફર મંજૂર નથી.આપને જણાવી દઇએ કે, ચૂંટણી આયોગે 12 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે અહીં 9 નવેમ્બરે એક જ ચરણમાં ચૂંટણી થશે. હિમાચલ પ્રદેશની સાથે સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનું પણ એલાન થવાનું છે પણ ચૂંટણી પંચે ગુજરાત ચૂંટણીને લઇ કોઇ મોટી જાહેરાત અત્યાર સુધીમાં કરી નથી.
First published: October 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर