રાહુલનો મોદીને ચોથો સવાલઃ ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન કઈ રીતે થશે સાકાર?

  • Share this:
નવી દિલ્હીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષે શનિવારે ફરી ટ્વિટ કરીને મોદીને સવાલ કર્યો હતો. આ વખતે રાહુલે શિક્ષણ વ્યવસ્થા અને સ્કૂલ-કોલેજની ફીનો મુદ્દો ઉછાળ્યો હતો. આ પહેલા રાહુલ ગાંધીએ ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવી, ગેરવહીવટ અને 50 લાખ નવા ઘર બનાવવાના મોદીના વચન પર સવાલો કર્યા હતા.

રાહુલે ટ્વિટમાં શું લખ્યું?

શિક્ષણ વ્યવસ્થાનો કર્યો વેપાર, મોંઘી ફીથી વિદ્યાર્થીઓ પર બોજો. ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન કઈ રીતે થશે સાકાર? સરકારી શિક્ષણના ખર્ચ પર ગુજરાત દેશમાં 26માં નંબરે કેમ? યુવાનોએ શું ભૂલ કરી?

ત્રીજો સવાલઃ વીજળી ખરીદી ખાનગી કંપનીઓના ખિસ્સા કેમ ભર્યા?

રાહુલે મોદીને સવાલ કરતા ટ્વિટમાં લખ્યું છે કે, '22 વર્ષનો હિસાબ. ગુજરાત માગે જવાબ. પ્રધાનમંત્રીજીને ત્રીજો સવાલ. 2002-16 વચ્ચે રૂ.62,549 કરોડની વીજળી ખરીદીને 4 ખાનગી કંપનીઓનાં ખિસ્સા કેમ ભર્યા? સરકારી વીજળી કારખાનાઓની ક્ષમતા 62% ઘટાડી પણ ખાનગી કંપનીઓ પાસેથી રૂ.3 પ્રતિ યુનિટની વીજળી રૂ.24માં કેમ ખરીદી? પ્રજાની કમાણી કેમ લૂંટાવી?

બીજો સવાલઃ તમારા ગેરવહીવટના ખર્ચની સજા ગુજરાતની જનતા કેમ ચૂકવે?

રાહુલે ટ્વિટ કરીને મોદીને સવાલ કર્યો છે કે ગુજરાત ઉપર આટલું બધું દેવું છે તો તમારા ગેરવહીવટની સજા પ્રજા કેમ ભોગવે? રાહુલે ટ્વિટ પર લખ્યું છે કે, 1995માં ગુજરાતના માથે 9,183 કરોડનો બોજ. 2017માં ગુજરાતના માથે 2,41,000 કરોડનો બોજ. દરેક ગુજરાતી પર 37,000નું દેવું. તમારા નાણાકીય ગેરવહીવટ અને પ્રચાર ખર્ચની સજા ગુજરાતની જનતા કેમ ચૂકવે?

પ્રથમ સવાલઃ ઘરનું વચન પુરું કરતા શું 45 વર્ષ લાગશે?

રાહુલે ગુજરાત મુલાકાત પહેલા એક ટ્વિટ કરીને મોદી પાસેથી ગુજરાતના 22 વર્ષનો હિસાબ માંગ્યો હતો. રાહુલે ટ્વિટર પર લખ્યું છે કે, '22 વર્ષનો હિસાબ, ગુજરાત માંગી રહ્યું છે જવાબ. 2012માં વચન આપ્યું હતું કે, 50 લાખ નવા ઘર બનશે. 5 વર્ષમાં માત્ર 4.72 લાખ ઘર બન્યા. પ્રધાનમંત્રીજી અમને જણાવો કે શું આ વચન પુરું કરતા 45 વર્ષ લાગશે?'

22 सालों का हिसाब#गुजरात_मांगे_जवाब

યુપીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ રૂપાણીનું કોંગ્રેસ પર પ્રહાર કરતું ટ્વિટFirst published: