તેલંગાણાનાં હૈદરાબાદમાં હાર્દિક પટેલનો જોરે શોરે વિરોધ થઇ રહ્યો છે. 500થી વધુ પાટીદારોએ તેનો વિરોધ કર્યો છે આ માટે તેઓએ જાહેરમાં આવીને હાર્દિકનાં પુતળાનું દહન કર્યુ છે. એટલું જ નહીં તેનાં પોસ્ટર્સનું પણ દહન કરવામાં આવ્યું છે.
આ વિશે તેમનું કહેવું છે કે, હાર્દિક સમાજમાં ફૂટ પાડવાની રાજનીતિ રમી રહ્યો છે. ગુજરાતી પ્રજાને વિભાજીત કરવાનું કામ હાર્દિક પટેલ કરી રહ્યો છે તેમ તેમનું કહેવું હતું અને હૈદરાબાદમાં રહેતા ગુજરાતીઓએ એકજૂટ થઇને હાર્દિક પટેલનો આ રીતે વિરોધ નોંધાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર