Home /News /election2017 /

કોંગ્રેસ જવાબ આપે, પાટીદારોને કેવી રીતે અનામત આપશેઃ પરેશ રાવલ

કોંગ્રેસ જવાબ આપે, પાટીદારોને કેવી રીતે અનામત આપશેઃ પરેશ રાવલ

'દરેક ગુજરાતીની જાણ ખાતર'ના હેડિંગ સાથે કરેલી ટ્વિટમાં પરેશ રાવલે સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસ ગુર્જરોને અનામત ન અપાવી શકી તો પાટીદાર સમાજને કઈ રીતે અનામત આપશે?

'દરેક ગુજરાતીની જાણ ખાતર'ના હેડિંગ સાથે કરેલી ટ્વિટમાં પરેશ રાવલે સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસ ગુર્જરોને અનામત ન અપાવી શકી તો પાટીદાર સમાજને કઈ રીતે અનામત આપશે?

અમદાવાદઃ અભિનેતા તેમજ રાજકારણી પરેશ રાવલે આજે ટ્વિટર પર એક પોસ્ટ કરીને કોંગ્રેસને સવાલ કર્યો છે. 'દરેક ગુજરાતીની જાણ ખાતર'ના હેડિંગ સાથે કરેલી ટ્વિટમાં પરેશ રાવલે સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસ ગુર્જરોને અનામત ન અપાવી શકી તો પાટીદાર સમાજને કઈ રીતે અનામત આપશે? નોંધનીય છે કે ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે કોંગ્રેસે એક ફોર્મ્યુલા આપી છે. જેનો પાસ દ્વારા સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. પરેશ રાવલે આ મુદ્દાને લઈને જ ટ્વિટ કરી છે.

પરેશ રાવલે પોતાની ટ્વિટમાં શું લખ્યું?

2007થી રાજસ્થાનમાં ગુર્જર આંદોલન ચાલે છે. રાજસ્થાનમાં 2009થી 2013 સુધી...

સરકારઃ કોંગ્રેસ
મુખ્યમંત્રીઃ અશોક ગેહલોત
પ્રધાનમંત્રીઃ મનમોહનસિંઘ
લો મિનિસ્ટરઃ કપિલ સિબ્બલ
રાજ્યસભાઃ બહુમતી
અધ્યક્ષઃ સોનિયાજી અને રાહુલજી

છતાં પણ કોંગ્રેસ ગુર્જર સમાજને અનામત અપાવી શકી નથી તો ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત કેવી રીતે આપશે?

First published:

Tags: Assembly election 2017, Bollywood actor paresh rawal, Gujarat Election 2017, Paresh rawal, Paresh Rawal question congress formula, Patidar Reservation

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन