Home /News /election2017 /

એલર્ટ: PAK સેના અને જૈશએ મેળવ્યા હાથ, ભારતનાં મહત્વનાં સ્થળ પર હુમલાનું ષડયંત્ર

એલર્ટ: PAK સેના અને જૈશએ મેળવ્યા હાથ, ભારતનાં મહત્વનાં સ્થળ પર હુમલાનું ષડયંત્ર

પાકિસ્તાની સેના આતંકવાદી સંગઠન જૈશ-એજમોહમ્મદ સાથે મળીને LoC પર ભારતીય વિસ્તારમાં હુમલો કરી શકે છે. ગુપ્ત એજન્સીઓ તરફથી આ મુદ્દે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

પાકિસ્તાની સેના આતંકવાદી સંગઠન જૈશ-એજમોહમ્મદ સાથે મળીને LoC પર ભારતીય વિસ્તારમાં હુમલો કરી શકે છે. ગુપ્ત એજન્સીઓ તરફથી આ મુદ્દે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

પાકિસ્તાની સેના આતંકવાદી સંગઠન જૈશ-એજમોહમ્મદ સાથે મળીને LoC પર ભારતીય વિસ્તારમાં હુમલો કરી શકે છે. ગુપ્ત એજન્સીઓ તરફથી આ મુદ્દે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુપ્ત રિોપર્ટની માનિયે તો, પાકિસ્તાન આર્મી સ્પેશલ સર્વિસ ગ્રુપ કમાંડર LoC પર ઘણી જ્યાઓ પર ખડકવામાં આવ્યાં છે. તેમની સાથે જૈશનાં આતંકીઓ પણ છે જે ભારતીય સેના વિરુદ્ધ ઓપરેશન હાથ ધરી શકે છે.

ગુપ્ત રિપોર્ટની માનીયે તો, તેમને જે માહિતી મળી છે તે મુજબ પાકિસ્તાની સેના ભારતીય સેના પર આત્મઘાતી હુમલો પણ કરાવી શકે છે. ગત એક વર્ષમાં જે પ્રકારે ભારતીય સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેનાંથી તેઓ ખડભડી ગયા છે. અને હવે તેઓ આ ભારતે ઠાર મારેલા આતંકવાદીઓનો બદલો લેવા તૈયાર થઇ ગયા છે.

રિપોર્ટની માનીયે તો, પાકિસ્તાન આર્મી સ્પેશલ સર્વિસ ગ્રુપનાં જવાન સિવિલ ડ્રેસમાં LoCની આસપાસ ફરી રહ્યાં છે અને તેની રેકી કરી રહ્યાં છે. તે બાદ તે તમામ માહિતી આતંકવાદીઓને પહોંચાડી રહ્યાં છે. પાકિસ્તાની સેનાનો પ્લાન દેશની આ 10 જગ્યાઓ પર હુમલો કરવાનો છે.

જેમાંથી આ સાત જગ્યાનું નામ હાલમાં રિપોર્ટમાં જાણવા મળ્યું છે, દુધનિયાલ, અથમુકામ, ખારામેરુ, મંદાકુલી, છિત્રયાન, ચકૌઠી, હથલંગા, નિકાઇલ,જંદ્રત

રિપોર્ટની માનીયે તો, આ જગ્યાઓ પર 6 આતંકવાદીઓ બે ગ્રુપમાં એક્ટિવ છે જે લોકો કેરન સેક્ટરની સામે અથમુકામ વિસ્તારમાં છે. આ ઉપરાંત 3-4 આતંકીઓ બે ગ્રુપમાં છિત્રયાન અને ચકૌઠી વિસ્તારમાં છે.

પાકિસ્તાન સ્પેશલ ફોર્સીસની ટીમે 3 ભારતીય પોસ્ટની પણ રેકી કરી છે. ગત અઠવાડિયે આ વિસત્રામાં આતંકવાદી પણ એક્ટિવ તાં. હાલમાં જ થયેલી DGMOની બેઠકમાં ભારતે પાકિસ્તાન આર્મીનાં જવાનોનાં સિવિલ ડ્રેસમાં ફરવાની ફરિયાદ પાકિસ્તાન સરકારને કરી હતી.
First published:

Tags: LoC, Pakistan Army, આતંકી, પાકિસ્તાન, ભારતીય સેના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन