Home /News /election2017 /

'બબાલ-એ-પદ્માવતી' : ગાંધીનગર, મુંબઇ અને સુરતમાં ફિલ્મને લઇ ભારે વિરોધ

'બબાલ-એ-પદ્માવતી' : ગાંધીનગર, મુંબઇ અને સુરતમાં ફિલ્મને લઇ ભારે વિરોધ

પદ્માવતી ફિલ્મને લઇને રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ સુરતની વાત કરીએ તો વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરી રેલી કાઢી હતી

પદ્માવતી ફિલ્મને લઇને રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ સુરતની વાત કરીએ તો વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરી રેલી કાઢી હતી

પદ્માવતી ફિલ્મને લઇને રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ સુરતની વાત કરીએ તો વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરી રેલી કાઢી હતી એક અંદાજ મુજબ પચાસ હજારથી વધુ લોકો જોડાયા હતા. તો ગાંધીનગરમાં પણ રાજપૂત સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી તો મુંબઇમાં ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે દમન ગુજારી તમામની અટકાયત કરી હતી.





ફિલ્મ નિર્માતા સંજય લીલી ભણશાલીની ફિલ્મ પદ્માવતી રિલિઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મ રિલિઝ થવાને નજીક છે ત્યારે વિરોધ ઉગ્ર બનતો જાય છે. સુરતમાં વનિતા વિશ્રામ ખાતે મોટી સંખ્યામાં રાજપુત સમાજના લોકો એકઠા થયા હતા. અને પદ્માવતી ફિલ્મના વિરોધમાં મહારેલી યોજી હતી. જેમાં વિવિધ હિન્દુ સંગઠન પણ જોડાયા હતા. રેલી વનિતા વિશ્રામથી નીકળી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. અને ફિલ્મને રિલિઝ થતા અટકાવવા રજૂઆત કરી હતી.

પદ્માવતીમાં ઈતિહાસ સાથે છેડછાડ
રાજપુત સમાજે જણાવ્યું હતું કે, સંજય લીલી ભણશાલીએ મહારાણી પદ્માવતીના જીવન પર ફિલ્મ બનાવી છે પરંતુ ફિલ્મમાં પદ્માવતીના ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. અને
સમાજના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. તેથી રાજપુત સમાજ ફિલ્મનો વિરોધ કરે છે.
First published:

Tags: Deepika Padukone, Padmavati, Ranveer Singh, Sanjay Leela Bhansali, Shahid Kapoor, ગાંધીનગર`, ગુજરાત, મુંબઇ, સુરત

આગામી સમાચાર