ગુજરાત ઇલેક્શન: ભાજપ-કોંગ્રેસની બાજી બગાડશે JDU,NCP અને જનવિકલ્પ ?

ગુજરાત ઇલેક્શન: ભાજપ-કોંગ્રેસની બાજી બગાડશે JDU,NCP અને જનવિકલ્પ ?
બિહારમાં NDA સાથે ગઠબંધન કરીને સરકાર બનાવનાર જનતાદળ (યુ) તરફથી એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતની ચૂંટણીમાં તેઓ પણ મેદાને ઉતરવા તૈયાર છે. આ વિશે રાષ્ટ્રિયપક્ષનાં પ્રવક્તા અખિલેશ કટિયારે પુષ્ટિ કરી છે. કે તેઓ આ વખતની ગુજરાતની ચૂંટણીમાં 100 બેઠક પર ચૂંટણી લડશે.

બિહારમાં NDA સાથે ગઠબંધન કરીને સરકાર બનાવનાર જનતાદળ (યુ) તરફથી એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતની ચૂંટણીમાં તેઓ પણ મેદાને ઉતરવા તૈયાર છે. આ વિશે રાષ્ટ્રિયપક્ષનાં પ્રવક્તા અખિલેશ કટિયારે પુષ્ટિ કરી છે. કે તેઓ આ વખતની ગુજરાતની ચૂંટણીમાં 100 બેઠક પર ચૂંટણી લડશે.

 • Share this:
  અમદાવાદ: બિહારમાં NDA સાથે ગઠબંધન કરીને સરકાર બનાવનાર જનતાદળ (યુ) તરફથી એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતની ચૂંટણીમાં તેઓ પણ મેદાને ઉતરવા તૈયાર છે. આ વિશે રાષ્ટ્રિયપક્ષનાં પ્રવક્તા અખિલેશ કટિયારે પુષ્ટિ કરી છે. કે તેઓ આ વખતની ગુજરાતની ચૂંટણીમાં 100 બેઠક પર ચૂંટણી લડશે. પણ મુખ્ય વાત તો એ છે કે ગુજરાત ઇલેક્શન માટે પહેલા તબ્બકાનું લિસ્ટ જાહેર કરવાની અંતિમ તારીખ 21 નવેમ્બર તો ક્યારની પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે બીજા તબ્બાકનાં ઉમેદવારની લિસ્ટ જાહેર કરવાનો આજે 27 નવેમ્બરનાં રોજ અંતિમ દિવસ છે.

  ઉપરાંત અખિલેશ કટિયારે કહ્યું છએ કે તેઓ 100 બેઠક પર ચૂંટણી લડશે. પણ ખાસ વાત તો એ છે કે બીજા તબ્બકામાં ફક્ત 93 બેઠક પર ચૂંટણી લડાવવાની છે. ત્યારે જેડીયુએ ઓછામાં ઓછી 93 બેઠક પર તો તેમનાં ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવી જ પડશે. નહીં તો તે ફક્ત ગુજરાતની જનતાને જ નહીં પણ પક્ષનાં ઉમેદવારને પણ ભ્રમિત કરવા વાળી વાત થશે.  જો જેડીયુ તેમની વાત પર કાયમ રહેશે અને ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવશે તો JDU, NCP, જન વિકલ્પ તથા અન્ય કેટલાંક અપક્ષ મળીને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની બાજી બગાડી શકે છે.

  રહી વાત જનવિકલ્પ નામથી પક્ષ રચનારા શંકર સિંહ વાઘેલા અત્યાર સુધી તે નક્કી જ નથી કરી શક્યા કે તેટલી બેઠક પર તેમનાં કેટલાં ઉમેદવાર ઉભા રાખશે. કોંગ્રેસમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ ત્રીજા પક્ષનાં રૂપમાં શંકરસિંહ વાઘેલા પોતાના પક્ષને મજબૂત કરવામાં લાગેલા છે.

  ખાસ વાત એ છે કે, શંકર સિંહ વાઘેલાનો દીકરો મહેન્દ્ર સિંહ વાઘેલા પણ તેમની સાથે નથી. અત્યાર સુધી મહેન્દ્ર સિંહ વાઘેલા ભાજપ તરફથી ટિકિટની આશા સાથે બેસેલા હતાં. પરતું ભાજપે તેની અંતિમ યાદી જાહેર કરી તેમાં તેનું નામ ન લેતા હવે તેની તમામ આશા પર પાણી ફરી ગયુ છે.

  તો બીજી તરફ કોંગ્રેસે તેનાં મોટા નેતા હિમાંશુ પટેલને ટિકિ ન આપવાને કારણે તે પણ પક્ષથી નારાજ છે અને હવે તે રાષ્ટ્રિય કોંગ્રેસ પક્ષ (NCP)ને મળીને તેમની પાસે ગાંધીનગરની દક્ષિણ સીટની ટિકિટની માંગણી કરશે. તો જમાલપુર બેઠક પરથી લડનારા સાબીર કાબલીવાલાને પણ કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા તેઓ પણ પક્ષથી નારાજ થઇ વિરોધ દર્શાવે તેવી પણ વાતો છે.

  ભાજપ અને કોંગ્રેસની અંતિમ યાદીમાં નામ ન આવવાને કારણે ઘણાં ઉમેદવાર નરાજ છે. અને તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જનતાદળ અને જન વિકલ્પ તરફ વળી શકે છે. આ સાથે જ કોંગ્રેસ અને ભાજપને મોટું નુક્શાન થઇ શકે છે.
  First published:November 27, 2017, 13:12 pm