અમદાવાદઃ શહેરમાં 12મી ડિસેમ્બરે યોજાનાર ભાજપ અને કોંગ્રેસના રોડ શોને પરવાનગી મળી નથી. શહેર પોલીસ કમિશનરે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બંને પક્ષના રોડ શોને પરવાનગી આપી નથી.
ક્યાં યોજાવાનો હતો રોડ શો?
ભાજપ દ્વારા મંગળવારે ધરણીધર જૈન દેરાસરથી બાપુનગર સુધી રોડ શોની પરવાનગી માંગવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા જગન્નાથ મંદિરથી મેમ્કો ચાર રસ્તા સુધી રોડ શો તેમજ કોર્નર મિટિંગ માટે પરવાનગી માંગવામાં આવી હતી.
પોલીસે બંને રોડ શોને રદ કરતા જણાવ્યું હતું કે, જે રોડ પર શો માટે પરવાનગી માંગવામાં આવી હતી તે રૂટ પર ખૂબ વધારે ટ્રાફિકની અવર-જવર રહે છે. આ રૂટ રેલવે સ્ટેશન અને મહત્વના બસ સ્ટેન્ટ પાસેથી પસાર થાય છે. શોના રૂટમાં ભરચક બજાર પણ આવેલી છે. આ બજાર ચાલુ દિસોમાં ખૂબ વ્યસ્ત હોય છે. રોડ શોને પરવાનગી આપવામાં આવે તો સામાન્ય જનતા માટે અગવડતા ઉભી થઈ શકે તેમ છે. આ ઉપરાંત રૂટ કોટ વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં રસ્તાઓ ખૂબ સાંકડા છે. એટલું જ નહીં આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે. આથી સુરક્ષા અને કાયદાને ધ્યાનમાં રાખીને રેલીને મંજુરી આપી શકાય નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર