રાહુલની તાજપોશી મામલે PMએ કહ્યું 'શાબાશ', શહેજાદે કહ્યું થેંક્યુ

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 3, 2017, 5:14 PM IST
રાહુલની તાજપોશી મામલે PMએ કહ્યું 'શાબાશ', શહેજાદે કહ્યું થેંક્યુ

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેઓ બે દિવસમાં 7 રેલી સંબોધવાના છે. આજે તેમણે સવારે ભરૂચમાં સભા સંબોધી ત્યારબાદ સુરેન્દ્રનગરમાં સભા સંબોધતા રાહુલની તાજપોશી પર અનેક સવાલો ઉઠાવ્યાં હતાં. તેમણે કોંગ્રેસના વંશવાદ પર સવાલ કરનાર મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શહેજાદ પૂનાવાલાની પ્રસંશા કરી હતી.પીએમ મોદીએ મંચ પરથી કહ્યું હતું કે શહેજાદે શહજાદાને લઈને સવાલ ઉઠાવ્યાં તો તેમની પર દબાણ કરવાની કોશિશ કરી હતી. શહેજાદને સોશિયલ મીડિયા ગ્રુપમાંથી પણ હટાવવામાં આવ્યો હતો. હકિકતમાં રોબર્ટ વાડ્રાના સંબંધી શહેજાદ પૂનાવાલએ કહ્યું હતું કે માત્ર રાહુલ ગાંધી જ પક્ષના અધ્યક્ષ કેમ બને. જે પછી તેના મોટા ભાઈ અને રોબર્ટ વાડ્રાના જીજાજી તહસીન પૂનાવાલાએ પણ તેના ભાઈનો વિરોધ કર્યો હતો.આ પછી આજે પીએમે સુરેન્દ્રનગરની સભામાં ફરીથી એકવાર આ મુદ્દાને ઉઠાવ્યો છે. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું છે કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે. 4 ડિસેમ્બરે નામાંકન કરવાના છે. જેના પર વ્યંગ કરતાં તેમણે કહ્યું કે જે ઘરમાં જ લોકશાહી ન હોય ત્યાં જનતાના કોઈ કામ કેવી રીતે કરશે. જો કે પીએમ મોદીએ શહેજાદ પૂનામાલાની પ્રશંસા કરી હતી. તેમણે ક્હયું કે શહેજાદ ઘણી બહાદૂરી બતાવી પરંતુ અફસોસ છે કે કોંગ્રેસમાં હંમેશા આવું જ થયું છે.

પીએમ મોદીના આ નિવેદન પર શહેજાદ પૂનાવાલાએ તરત પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે વડાપ્રધાને અભાર. તેણે એ પણ લખ્યું કે ડાયનેસ્ટી પોલિટિક્સ સામે પોતાની લડાઈ જારી રાખીશું.
First published: December 3, 2017, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading