હિમાચલમાં મોદીની ગર્જના- 'હું સરદાર પટેલનો ચેલો છું, ઝૂકવાનો નથી'

Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 3:50 PM IST
હિમાચલમાં મોદીની ગર્જના- 'હું સરદાર પટેલનો ચેલો છું, ઝૂકવાનો નથી'
હિમાચલની ધરતી પર ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર ઘણાં આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં તેણે પાર્ટીને ને ઉધઈ ગણાવી છે જે દેશને ખાઇ રહી છે. આરોપ લગાવતા તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ બળવાખોરોને પ્રોત્સાહન આપી રહી છે
Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 3:50 PM IST
હિમાચલની ધરતી પર ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર ઘણાં આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં તેણે પાર્ટીને ને ઉધઈ ગણાવી છે જે દેશને ખાઇ રહી છે. આરોપ લગાવતા તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ બળવાખોરોને પ્રોત્સાહન આપી રહી છે.

તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીના કારણે તેઓ કોંગ્રેસની આંખોમાં ખટકી રહ્યાં છે અને તેઓ કાળો દિવસ મનાવવા જઈ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે ‘હું સરદાર પટેલનો ચેલો છું, કોંગ્રેસના વિરોધ પ્રદર્શનોથી નમવાનો નથી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં મને કોઈ રોકી શકશે નહીં.’તેમણે કાંગડામાં આયોજિત એક રેલીમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારો પ્રતિ ભરોસો ગુમાવી ચૂકી છે અને તેણે બળવાખોરોને શોધવા માંડ્યા છે. તેઓ બળવાખોરોનો સહારો લઈને અમને હરાવવા માંગે છે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જનતા તેમને સજા આપશે. તેમણે કહ્યું કે કોંગ્રેસના પાપોના કારણે તેના પ્રતિ લોકોનો ગુસ્સો ફાટ્યો છે. આવનારા અનેક વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી હિમાચલ પ્રદેશમાં જોવા મળશે નહીં અને અહીં કોંગ્રેસ પાર્ટીને સુક્ષ્મદર્શક યંત્ર લઈને શોધવી પડશે, તો પણ તે મળશે નહીં.

તેમણે કહ્યું કે ‘દેશમાં ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે અને હું તેના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યો છું તો કોંગ્રેસને આંખોમાં ખટકી રહ્યો છું. કોંગ્રેસ આઠ નવેમ્બરનો દિવસ કાળો દિવસ તરીકે મનાવવાની છે. હું તેનાથી ખુબ હેરાન છું. મારો શું વાંક છે? મેં ફક્ત ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરી. હું સરદાર પટેલનો ચેલો છું, હું કોંગ્રેસના વિરોધ પ્રદર્શનો સામે ઝૂકવાનો નથી. ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાથી મને કોઈ રોકી શકશે નહીં.’
First published: November 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर