Home /News /election2017 /

પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજે ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત

પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજે ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત

અમદાવાદઃ અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 9મી ડિસેમ્બરે યોજાનાર મતદાન પૂર્વે આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર કરવાનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લી ઘડીએ સભાઓ સંબોધવા માટે વિવિધ નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત અનેક દિગ્ગજો રેલીઓ સંબોધશે. કોંગ્રેસે પણ પ્રચારકોની ફોજ ઉતારી છે. દિવસભર કોંગ્રેસના વિવિધ નેતાઓ પ્રેસ કોન્ફરસ અને પ્રચાર થકી ભાજપ પર નિશાન સાધશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજાનારા મતદાનમાં મુખ્યપ્રધાન રૂપાણી સહિત 977 ઉમેદવારો મેદાનમાં છે.

આજે કયા નેતાની ક્યાં સભા?

- મોદી સવારે 10.00 વાગ્યે ઓડિયો બ્રિજના માધ્યમથી દરીયા કિનારાના ભાજપના મંડળ અને એસ.ટી એ.સીના 10 હજાર કાર્યકરોને સંબોધશે. નરેન્દ્ર મોદી લિંબાયતમાં બપોરે 1.00 વાગ્યે સભાને સંબોધિત કરશે.
- સુષ્મા સ્વરાજ અમદાવાદમાં બે કાર્યક્રમોને સંબોધિત કરશે.
- ભાવનગર અને વડોદરામાં યોગી આદિત્યનાથની સભા.
- મહેસાણા, ખેરાલુ, પાટણ અને દહેગામમાં અમિત શાહની સભા.
- કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આરપીએનસિંહની અમદાવાદમાં પ્રેસકોન્ફન્સ
- મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠા આવશે. પાલનપુરના માલણ ખાતે સભાને સંબોધશે. પાલનપુરના ભાજપના ઉમેદવાર લાલજી પ્રજાપતિ માટે પ્રચાર કરશે.
- ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહનીની જાહેર સભા.
- રાજકોટમાં પૂર્વ વડાપ્રઘાન મનમોહનસિંઘ પ્રેસ કોન્ફરન્સ કરશે.
- કેશોદ ખાતે કેન્દ્રીય પ્રધાન રૂપાલાની સભા. પ્રદેશ કોંગ્રેસના આગેવાન કે હોદેદાર ભાજપમાં જોડાય તેવી શક્યતા.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017

આગામી સમાચાર