મઢેલી ગામમાં હાર્દિકનો બકવાટ: BJP એટલે 'બળાત્કારી જનતા પાર્ટી'

Network18 | News18 Gujarati
Updated: October 22, 2017, 2:27 PM IST
મઢેલી ગામમાં હાર્દિકનો બકવાટ: BJP એટલે 'બળાત્કારી જનતા પાર્ટી'
Network18 | News18 Gujarati
Updated: October 22, 2017, 2:27 PM IST
વડોદરા નજીક વાઘોડિયા તાલુકાના મઢેલી ગામમાં હાર્દિક પટેલે ખેડૂતોને સંબોધન કર્યુ હતું. આ સંમેલનને સંબોધતા પાસ કન્વિનર હાર્દિક પટેલે BJP એટલે ભારતીય જનતા પાર્ટી પર આકરા વાર કર્યા હતાં. અને બોલ્યો કે BJP એટલે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ, બળાત્કારી જનતા પાર્ટી. બળાત્કારી જનતા પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પછાડવા માટે વિકાસ ગાંડો થયો છે, મારા હાળા છેતરી ગયા. જેવા સૂત્રો પણ તેણે રેલીમાં ઉચાર્યા હતા.

હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર વાર કરતાં કહ્યું કે ભાજપ-કોંગ્રેસ માસયાઇ ભાઇઓ છે. પાસના કન્વિનર હાર્દિક પટેલે ખેડૂત સંમેલન સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, જે પક્ષ આપણા હિતની વાતો ન કરે તે પક્ષ આપના કામનો નથી. કોંગ્રેસ ચોર છે. અને ભાજપા મહાચોર છે.

કોંગ્રેસ અને ભાજપા બંને માસાયાયી ભાઇઓ છે. કોઇપણ પક્ષ સત્તામાં હોય. આપણે એક થઇને લડીશું તો જ આપણા પ્રશ્નો હલ કરીશું. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અનેક ખેડૂતોની જમીનમાંથી જેટકોની હાઇટેન્શન વીજ લાઇન પસાર થઇ રહી છે. ખેડૂતોની જમીન જતી હોય તો ટેલિકોમ કંપની ભાડુ આપે છે. તેવી જ રીતે જેટકો તરફથી પણ ખેડૂતોને માસિક રૂપિયા

5થી 7 હજાર ભાડુ મળવું જોઇએ. જો તમે એક થઇને લડત નહીં આપો તો, આવનારા દિવસોમાં જેટકોની વીજ લાઇનો નંખાતી રહેશે. તેની સાથે કંપનીઓ પણ આવતી રહેશે.

First published: October 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर