ચૂંટણી પડઘમ 2017: સુરતમાં CRPFનું માર્ચ, પંચમહાલનાં 6 ગામની ચૂંટણી પંચ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી

Network18 | News18 Gujarati
Updated: November 2, 2017, 11:41 AM IST
ચૂંટણી પડઘમ 2017: સુરતમાં CRPFનું માર્ચ, પંચમહાલનાં 6 ગામની ચૂંટણી પંચ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી
ગુજરાત ચૂંટણીને હવે જ્યારે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે આખા રાજ્યમાં ચૂંટણીનાં પડઘમ સંભળાવવાં લાગ્યા છે. રાજ્યનાં ખુણે ખુણે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે
Network18 | News18 Gujarati
Updated: November 2, 2017, 11:41 AM IST
ગુજરાત ચૂંટણીને હવે જ્યારે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે આખા રાજ્યમાં ચૂંટણીનાં પડઘમ સંભળાવવાં લાગ્યા છે. રાજ્યનાં ખુણે ખુણે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

સુરતમાં CRPF કંપનીની તૈયારીઓ
હાલમાં સુરત જીલ્લાની વાત કરીએ તો સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં CRPF જવાનો દ્વારા માર્ચ કરવામાં આવી. CRPFકંપની હાલમાં સુરતનાં વલ્લભાચાર્ય માર્ગથી લઇ વરાછા સુધી માર્ચ કરી. CRPFની આ કપંનીએ શાંતિપૂર્ણ ચૂંટણી થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને તેઓએ ગુજરાતમાં કામગીરી શરૂ કરી દીધી છે.

પંચમહાલનાં મતદાતાઓની  હાઇકોર્ટમાં અરજી

તો પંચમાહાલનાં છ ગામડાઓનાં લોકોએ હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં તેણે રજુઆત કરી છે કે એક હજારથી વધુ જેટલાં મતદાતાઓને મતદાન કરવામાં હાલાકી પડે છે તેમને 5 કિલોમીટર દૂર પોતાનો મત આપવા માટે જવું પડે છે. જો પંચમહાલનાં ગામડાઓની નજીક મતદાન મથક રાખવામાં આવે તો મતદાતાઓને સહેલાઇ થઇ શકે છે. જોકે આમ કરવાથી ચૂંટણીનાં નિયમોનું ભંગ થાય છે. હવે આ મુદ્દે હાઇકોર્ટમાં મતદાદાઓએ અરજી કરી છે. જેની સુનવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
First published: November 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर