Home /News /election2017 /

ગુજરાત ચૂંટણીનું સમીકરણ બદલી નાખશે આ 3 ચહેરા

ગુજરાત ચૂંટણીનું સમીકરણ બદલી નાખશે આ 3 ચહેરા

ગુજરાતમાં ડિસેમ્બર વિધાનસભા ચૂંટણીનાં પડઘમ સંભળાવવાં લાગ્યા છે. ચૂંટણી પંચે અત્યાર સુધીમાં ભલે ચૂંટણીની તારીખો જાહેર ન કરી હોય. પણ રાજકીય પાર્ટીઓ રાજ્યમાં રેલીઓ અને જનસભા દ્વારા માહોલ બનાવી રહી છે. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. પણ ગત બે વર્ષમાં જે રીતે ત્રણ યુવાઓએ પાટીદાર, ઓબીસ અને દલિત સમુદાયને પ્રભાવિત કર્યો છે. તેનાંથી ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે.

રાજકીય જાણકારોનું માનીયે તો, આ વખતે ગુજરાત ચૂંટણીમાં જાતીય સમીકરણ અને પાટીદાર અનામત આંદોલન સમિતિનાં સંયોજક હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચનાં સંયોજક અલ્પેશ ઠાકોર પ્રભાવિત કરશે. ગુજરાતની વસ્તીમાં ઓબીસીનો ભાગ 51% છે. એવામાં માનવામાં આવે છે કે કૂલ 182 વિધાનસભા સીટોમાંથી 110 સીટો પર હાર-જીત પ્રભાવિત થઇ શકે છે.
પાટીદાર આંદોલને હાર્દિક પટેલ પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે જ્યાં સુધી અનામતની માંગણી નહીં માનવામાં આવે ત્યાં સુધી કોઇ જ રાજકીય પાર્ટી જ્વોઇન નહીં કરે. પાટીદાર સમિતીનાં કેટલાંક અવસરો પર કોંગ્રેસ પ્રત્યે નરમ વલણ અપનાવી ચૂકી છે. હાર્દિક પટેલ અને તેનાં સમર્થક તે પણ સંકેત આપી ચુક્યા છે કે વિધાનસભા ચૂંટણીમાં તે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરશે.

તો ભાજપ સરકાર પાટીદારોનાં વોટ મેળવવાં પોતાનાંથી સંભવ તમામ પ્રયાસ કરી રહી છે. અહીં સુધી કે પાટીદાર નેતાઓ વિરુદ્ધનાં કેસ પણ પાછા લઇ લેવામાં આવ્યાં છે.

તો બીજી તરફ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનાં સંયોજક જિગ્નેશ મેવાણી ભાજપનાં RSSની પોલિટિકલ વિંગ બતાવે છે. તે મુજબ ભાજપ સીવાયની કોઇપણ રાજકીય પાર્ટી હિન્દુ રાષ્ટ્રની વાત નથી કરતી. તેમનું કહેવું છે કે સંવિધાનની પ્રસ્તાવનામાં સ્પષ્ટ લખ્યુ છે કે, ભારત એક લોકતાંત્રિક, સમાજવાદી અને ધર્મનિરપેક્ષ ગણતંત્ર છે. સંવિધાનની આત્મા (પ્રસ્તાવના) સાથે કોઇ પણ પ્રકારની છેડતી વિરુદ્ધ અવાજ ઉઠાવશે.

મેવાણીનું કહેવું છે કે, ચૂંટણીમાં દલિત અને મુસ્લમાનો એક વોટ બેંક તરીકે કામ કરે છે. જો આજ પેટર્ન રહ્યું તો આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દલિત અને મુસલમાન સમુદાય 25થી વધુ સીટો પ્રભાવિત કરી શકે છે.

પોતાનાં સમાન લક્ષ્ય માટે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર શું એક સાથે આવી જશે ? તેનાં પર જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે, દલિતોનાં હિતો માટે જો આમ કરવું પડે તો તે પાછળ નહીં હટે.

તો ઓબીસી, એસસી અને એસટી એકતા મંચનાં સંયોજક અલ્પેશ ઠાકુરે તેમનાં રાજકીય ભવિષ્ય અંગે કોઇ કમેન્ટ નથી કરી. તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દે ઝડપથી જ કોઇ નિર્ણય લેશે.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ઓબીસી, કોંગ્રેસ, જીગ્નેશ મેવાણી, ભાજપ, હાર્દિક પટેલ

આગામી સમાચાર