આજથી હોટલમાં જમાવાનું થયુ સસ્તુ, હવે માત્ર 5 % GST

આજથી હોટલમાં જમાવાનું થયુ સસ્તુ, હવે માત્ર 5 % GST
આજથી હોટેલ-રેસ્ટોરેન્ટમાં માં જમવાનું સસ્તુ થઇ ગયુ છે. હોટેલમાં જમવા પર આજથી માત્ર પાંચ ટકા જ જીએસટી લાગશે. ગત સપ્તાહમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં ૨૦૦થી વધુ વસ્તુઓ પર GST દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

 • Share this:
  આજથી હોટેલ-રેસ્ટોરેન્ટમાં માં જમવાનું સસ્તુ થઇ ગયુ છે. હોટેલમાં જમવા પર આજથી માત્ર પાંચ ટકા જ જીએસટી લાગશે. ગત સપ્તાહમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં ૨૦૦થી વધુ વસ્તુઓ પર GST દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં AC અને નોન AC હોટેલમાં લાગતા GST રેટ ઘટાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

  અગાઉ AC હોટેલમાં ૧૮ ટકા GST લાગતો હતો. તો નોન AC હોટેલમાં ૧૨ ટકા GST લાગતો હતો. જેના બદલે આજથી માત્ર ૫ ટકા GST જ લાગવાનો નિયમ અમલમાં લેવાશે. જો કે પાંચ ટકા GST લાગતા હોટેલ માલિકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે.  સરકારનાં આ નિયમને કારણે કેટલીક હોટેલમાં હજુ પણ ૧૮ ટકા GST લાગુ જ રહેશે. તમે કોઇ એવી હોટેલમાં જમવા જાઓ જ્યાં એક રૂમનું ભાડુ એક રાત્રિના ૭૫૦૦ રૂપિયાથી વધુ છે. તો ત્યાં ૧૮ ટકા GST ચુકવવો પડશે. ૧૮ ટકા GST હેઠળ મોટાભાગની 5 સ્ટાર હોટલ્સ આવે છે.

  હોટેલમાં જમવાનું સસ્તુ

  -હોટેલમાં આજથી 5% GSTનો અમલ
  -અગાઉ AC હોટેલમાં હતો 18% GSTS
  -NON AC હોટેલમાં હતો 12% GST
  -હવે હોટેલ માલિકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં
  -કેટલીક હોટેલમાં હજુ પણ 18% GST
  -એક રાત્રિના 7500થી વધુ ભાડા પર 18% GST
  -18% GST હેઠળ 5 સ્ટાર હોટેલ્સનો સમાવેશ
  Published by:News18 Gujarati
  First published:November 15, 2017, 13:15 IST

  ટૉપ ન્યૂઝ