150થી વધુ વસ્તુઓ પર ઘટ્યું GST, જીવન જરૂરિયાતની વસ્તુઓ થઇ સસ્તી

Network18 | News18 Gujarati
Updated: November 10, 2017, 3:43 PM IST
150થી વધુ વસ્તુઓ પર ઘટ્યું GST, જીવન જરૂરિયાતની વસ્તુઓ થઇ સસ્તી
200 જેટલી વસ્તુઓ પર GSTનો સ્લેબ ઘટાડી શકાય છે આ સ્લેબ 28 ટકાના બદલે 18 ટકા ટેક્સ કરી કેટલીક વસ્તુઓ સસ્તી થઈ શકે છે જેમાં સેનેટરી સામાન,સૂટકેસ,વોલપેપર,પ્લાયવૂડ,સ્ટેશનરી સામાન,ઘડિયાળો,રમતના સામાન,શેમ્પૂ ,હેન્ડમેડ ફર્નિચર,ઇલેક્ટ્રિક સ્વિચ,પ્લાસ્ટિક ગુડ્સ,વગેરે જેવી વસ્તુઓ સસ્તી
Network18 | News18 Gujarati
Updated: November 10, 2017, 3:43 PM IST
GST કાઉન્સિલની મહત્વ પૂર્ણ બેઠક પૂર્ણ થઇ ગઇ છે અને તેમાં ખાસ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ દોઢસો વસ્તુઓ પર GST રેટ ઘટાડવામાં આવ્યો છે. માત્ર 50 વસ્તુઓ એવી છે જેનાં પર 28% GST લાગશે. આ પહેલાં 227 એવી વસ્તુઓ હતી જેનાં પર GST 28% લાગતો હતો.

હવે ચોકલેટ, વોશિંગ પાઉડર, ડિટર્જન્ટ, ગ્રેનાઇટ, શેમ્પુ, સેવિંગ ક્રિમ જેવી વસ્તુઓ પર 18 ટકા GST લાગશે. અને બ્યુટી પ્રોડ્કસ પર પણ GST 28% થી ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે.

દેશની જનતાને મળી શકે રાહતના સમાચાર. GST કાઉન્સિલની બેઠકમાં રોજના વપરાશની ૨૦૦ જેટલી વસ્તુઓ પર 28 ટકાના બદલે 18 ટકા ટેક્સ પર નિર્ણય આવી શકે છે. આ ઉપરાંત એસી રેસ્ટોરન્ટ પર ટેક્સ ઘટાડવા અને રિટર્ન ફાઈલિંગ સરળ બનાવવાની વિચારણા કરવામા આવી શકે છે.

200 જેટલી વસ્તુઓ પર GSTનો સ્લેબ ઘટાડી શકાય છે આ સ્લેબ 28 ટકાના બદલે 18 ટકા ટેક્સ કરી કેટલીક વસ્તુઓ સસ્તી થઈ શકે છે જેમાં સેનેટરી

સામાન,સૂટકેસ,વોલપેપર,પ્લાયવૂડ,સ્ટેશનરી સામાન,ઘડિયાળો,રમતના સામાન,શેમ્પૂ ,હેન્ડમેડ ફર્નિચર,ઇલેક્ટ્રિક સ્વિચ,પ્લાસ્ટિક ગુડ્સ,વગેરે જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.

આ ઉપરાંત પ્લાસ્ટિક પ્રોડક્ટ અને હેન્ડ મેડ ફર્નીચરનો સામાન પણ શામેલ છે. તેમજ કન્ઝુમર અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી કંપનીઓને પણ રાહત થઇ શકે છે.

આ વસ્તુઓ થઇ શકે છે સસ્તી
-સોર્સિસની માનીયે તો, શેમ્પુને 18 ટકા સ્લેબ હેઠળ લાવી શકાય ચે
-આ ઉપરાંત ફર્નિચર, ઇલેક્ટ્રિક સ્વિચિસ અને પ્લાસ્ટિકની પાઇપ પર પણ ટેક્સ ઘટાડી શકાય છે.
-કન્યુઝમરનાં નજરથી જોઇએ તો AC રેસ્ટોરન્ટ પર ટેક્સનો રેટ 18 ટકાથી ઘટીને 12 ટકા કરી શકાય છે.
-તે ઉપરાંત ફર્નિચર, શેમ્પુ, પ્લાસ્ટિકનો સામાન સહિતની ઘણી રોજીંદા ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ 18 ટકાથી ઘટાડીને 12 ટકા થઇ શકે છે.

બિઝનેસમેનને મળી શકે છે મોટી રાહત
નાણાપ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતામાં યોજાનારી આ GST કાઉન્સિલની બેઠકમાં ઘણાં મોટા નિર્ણય લઇ શકાય છે તેમાં કેટલીક વસ્તુઓ પર ટેક્સનાં રેટમાં ઘટાડો થવા ઉપરાંત રિટર્ન
ફાઇલિંગમાં જે સમસ્યા આવી રહી છે તેને નાથવા નાના બિઝનેસ મેનને વધુ સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.
First published: November 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर