ગુજરાતમાં મનમોહન સિંઘ, મોદી પર GST, નોટબંધી અને બુલેટ ટ્રેન મુદ્દે કર્યા આકરા પ્રહાર

Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 4:30 PM IST
ગુજરાતમાં મનમોહન સિંઘ, મોદી પર GST, નોટબંધી અને બુલેટ ટ્રેન મુદ્દે કર્યા આકરા પ્રહાર
નોટબંધી વિશે પોતાનું નિવેદન આપતા મનમોહન સિંઘે કહ્યું, આ નિર્ણય વિનાશકારી છે. નોટબંધીએ મોદી સરકારનું બ્લંડર છે.
Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 4:30 PM IST
કોંગ્રેસનાં પ્રચાર પ્રસાર અર્થે આજે ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે ગુજરાત પ્રવાસે આવી ગયા છે. પ્રદેશ કોંગ્રેસ નેતા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ સમયે એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યું હતું.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શાહીબાગ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના લોકો સાથે વર્તમાન આર્થિક પરિસ્થિતિ પર કરી ચર્ચા

તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ગુજરાત આવીને મને ઘણો આનંદ થયો છે. આ ગુજરાતે જ સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા મહાન લોકો આપ્યાં છે.

-તેમણે નોટબંધી વિશે પોતાનું નિવેદન આપતા કહ્યું કે, આ નિર્ણય વિનાશકારી છે. નોટબંધીએ મોદી સરકારનું બ્લંડર છે.

-મોદી સરકારના ઘણાં નિર્ણયો પુરવાર થયા, નોટબંધીનો દિવસ કાળા દિવસ સમાન છે.
-આવતી કાલે નોટબંધી ડિઝાસ્ટરને એક વર્ષ પૂર્ણ થશે
-નોટબંધીના કારણે જીડીપી પર ઘણી અસર થઈ છે
-યુપીએ કોઈ દિવસ નોટબંધી જેવું પગલું ન લીધું.
-નોટબંધીની જાહેરાત બાદ હું સ્તબ્ધ થયો હતો. નોટબંધી એ બ્લેક મનીનું સોલ્યુશન નથી.
-કેન્દ્ર સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે.
-તેમણે બુલેટ ટ્રેન પર નિશાન સાધતા કહ્યું કે આમાં કરોડોનું આંઘણ કરવામાં આવી રહ્યું છે. હાલના રેલવે તંત્રને સુધારવાની જરૂર છે.
-પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું સંબોધન
-ડિમોનેટાઈજેશનનો એકપણ હેતુ સિદ્ધ થયો નથી
-99 ટકા પૈસા પાછા આવી ગયા છે
-1 લાખ જીડીપી ઘટે તો 1 લાખ કરોડનો ફર્ક પડે
-નાના ઉદ્યોગોને નોટબંધી અને જીએસટીની ખુબ અસર
-સુરત ટેક્સટાઈલ ઉદ્યોગને જીએસટીના કારણે મોટો માર પડ્યો
-જીએસટીનો સંપૂર્ણ ફાયદો ચાઈનાને થયો
-જીએસટી અને નોટબંધીના કારણે ચાઈનાની આયાત વધી

 

First published: November 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर