ઇલેક્શન કમિશનની મતજાગૃતિ માટે વિશેષ તૈયારી, VVPAT અને EVM માટે ખાસ કૂટિર થશે તૈયાર

Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 5:25 PM IST
ઇલેક્શન કમિશનની મતજાગૃતિ માટે વિશેષ તૈયારી, VVPAT અને EVM માટે ખાસ કૂટિર થશે તૈયાર
હાલમાં જ ઇલેક્શન કમિશ્નર B.B. સ્વૈન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેમણે મતદારોને જાગૃત કરવા ખાસ પ્રયાસ કરવા માટે ચેતેશ્વર પુજારાને ગુજરાત મતદાન માટે આઇકોન બનાવ્યો છે
Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 5:25 PM IST
ગુજરાત ઇલેક્શનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેની તડામાર તૈયારીઓ સામે આવી રહી છે. હાલમાં જ ઇલેક્શન કમિશ્નર B.B. સ્વૈન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેમણે મતદારોને જાગૃત કરવા ખાસ પ્રયાસ કરવા માટે ચેતેશ્વર પુજારાને ગુજરાત મતદાન માટે આઇકોન બનાવ્યો છે.
ઈલેક્શન કમિશનર બી બી સ્વૈનની PC
મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે પ્રયાસો હાથ ધરાયા
સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રયાસો હાથ ધરાયા છે

ક્રિકેટર ચેતેશ્વર પુજારા ગુજરાતનો આઇકોન છે
પુજારાએ મેચ દરમ્યાન 40 હજાર દર્શકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી
સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતાપિતાને મતદાન કરવા માટે સંકલ્પપત્ર ભરાવવામાં આવશે
અંદાજે 50 લાખ મતદારોનો સંપર્ક કરાશે
સરકારી નોકરિયાત મતદારો ETPVS સિસ્ટમનો પ્રથમ વખત ઉપયોગ કરશે
ETPVS સિસ્ટમના મધ્યમાથી મતદાન કરશે
પોસ્ટલ વોટ સ્પીડ પોસ્ટથી મોકલવાનો રહેશે
મતદાન ગુપ્ત રહે તે માટે કુટિર નવા પ્રકારની બનાવવામાં આવી છે
કુટિરમાં VVPAT અને EVM રહેશે
6.38 કરોડનો વિદેશી દારૂ જપ્ત કરાયો
આવતીકાલે ચૂંટણી નિરીક્ષકોની બેઠક યોજાશે
2.44 લાખ બોર્ડ હોર્ડિંગ્સ હટાવ્યા
First published: November 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर