ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને જવાબ રજૂ કરવા ચૂંટણીપંચનો આદેશ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 13, 2017, 6:43 PM IST
ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને જવાબ રજૂ કરવા ચૂંટણીપંચનો આદેશ

  • Share this:
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈ ચૂંટણી કમિશનર બી. બી સ્વૈન  દ્વારા આજે એટલે કે 13 ડિસેમ્બરે બપોરે સાડા ત્રણ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચે ખાડિયાના ભૂષણ ભટ્ટને તેમના નિવેદન વિરૂદ્ધ બે દિવસમાં જવાબ આપવા માટે આદેશ કર્યો છે.

પ્રેસ કોન્ફર્ન્સમાં બી.બી સ્વેને જણાવ્યું કે, રાજ્યમાં 14 ડિસેમ્બરે બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠક પર યોજાનારા મતદાન માટે ઈવીએમ અને વીવીપેટને વિતરણ કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ચૂંટણી પચે ચૂંટણીને લઈને માહિતી આપવાની સાથે-સાથે ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને પણ બે દિવસમાં જવાબ રજુ કરવા માટે આદેશ આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ખાડિયાના ભૂષણ ભટ્ટ રાજ્યમાં ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થઈ ગયા છે ત્યારે આવકતીકાલે ઉમેદવારો ડોર ટુ ડોર કેમ્પેઈન કરશે.

ચૂંટણી પંચ અનુસાર 37 સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પચે મતદાતાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાનમાં 851 ઉમેદવારો મેદાનમાં છે. 851 ઉમેદવારો માટે 2.22 કરોડ વોટર્સ પોતાના વોટ આપવાના અધિકારનો ઉપયોગ કરશે. મતદાનના દિવસે બધા જ બૂથો પર ફ્લાઈંગ સ્કોર્ડ પણ તેનાત રહેશે. તે ઉપરાંત તેમને જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં 1700 જેટલા બૂથો પર વેબ કાસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પચે પોતાની પ્રેસકોન્ફરન્સમાં માહિતી આપી હતી કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, 100 પેરામિલિટરી ફોર્સ, SRPFનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તે ઉપરાંત ફાયર બ્રિગેડ અને લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પચે જણાવ્યું કે, અત્યાર સુધીમાં દોડ લાખથી (1,59,086) વધુ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 92 ગેકકાયદેસર હથિયારોને જપ્ત કરવામાં આવ્યા છે.

ઈલેક્શન કમિશને શું કહ્યું

બીજા તબક્કામાં 93 બેઠકો851 ઉમેદવારો મેદાનમાં
2.22 કરોડ મતદાતાઓ મતદાન કરશે
રાજ્યમાં 37 સ્થળો પર મતગણતરી હાથ ધરાશે
મતગણતરી કેન્દ્ર પર ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા
100 પેરામિલેટ્રી ફોર્સ તૈનાત કરાઈ
સુરક્ષામાં 2 RAFની કંપનીઓ રહેશે
50 CRPFની કંપનીઓ તૈનાત કરાઈ
ફાયર બ્રિગેડ અને લાઈટની વ્યવસ્થા કરાઈ
ફલાઈગ સ્કોર્ડ પણ તૈનાત કરવામાં આવી
૧,૫૯,૦૮૬ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી
92 ગેરકાયદે હથિયારો જપ્ત કરાયા
ગણતરીના દિવસને પણ દારૂબંધી
પરવાનગીવાળા લોકો માટે પણ દારૂ બાંધી
૧૭૦૦ જેટલા બુથનું વેબ કસ્ટીગ કરવામાં આવ્યું છે
ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને જવાબ રજુ કરવા આદેશ
2 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે
ચૂંટણીના 48 કલાક પહેલા કોઈ રેલી કે ઇન્ટરવ્યૂ ન આપી શકાય
First published: December 13, 2017, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading