Home /News /election2017 /હિમાચલ : 2012માં કોંગ્રેસ પાર્ટીએ 68 માંથી 36 બેઠકો પર મેળવી હતી જીતી

હિમાચલ : 2012માં કોંગ્રેસ પાર્ટીએ 68 માંથી 36 બેઠકો પર મેળવી હતી જીતી

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ અને 18 ડિસેમ્બરનાં રોજ વર્ષ 2017ની ચૂંટણીનું ચિત્ર પણ સ્પષ્ટ થઇ જશે. પણ હિમાચલ પ્રદેશમાં છેલ્લે 2012માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી લેવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસ પાર્ટીએ 2012માં 36બેઠકો ઉપર જીત મેળવી હતી.

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ અને 18 ડિસેમ્બરનાં રોજ વર્ષ 2017ની ચૂંટણીનું ચિત્ર પણ સ્પષ્ટ થઇ જશે. પણ હિમાચલ પ્રદેશમાં છેલ્લે 2012માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી લેવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસ પાર્ટીએ 2012માં 36બેઠકો ઉપર જીત મેળવી હતી.

વધુ જુઓ ...
    હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ અને 18 ડિસેમ્બરનાં રોજ વર્ષ 2017ની ચૂંટણીનું ચિત્ર પણ સ્પષ્ટ થઇ જશે.  પણ હિમાચલ પ્રદેશમાં છેલ્લે 2012માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી લેવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસ પાર્ટીએ 2012માં 36બેઠકો ઉપર જીત મેળવી હતી. અગાઉની સરખામણીમાં એટલે કે 2007ની સરખામણીમાં ૧૩ વધુ બેઠકો હાસલ કરી સત્તામાં એન્ટ્રી કરી હતી. કોંગ્રેસે વર્ષ 2012માં 68 માંથી 36 સીટો જીતી સત્તામાં વાપસી કરી હતી. હિમાચલ પ્રદેશમાં સ્થાનિક મુદ્દાઓ અન્ય રાજ્ય કરતા જુદા રહ્યા છે. સાક્ષરતા દર 87.78  ટકા નોંધાઇ ગયો

    2007માં ભાજપે 41 બેઠકો જીતીને સત્તામાં એન્ટ્રી કરી હતી જ્યારે વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવીને ફરીવાર સત્તા કબજે કરી હતી. હિમાચલ પ્રદેશમાં આ વખતે બાજી કોણ મારશે તેને લઇને ચર્ચા છે. હિમાચલ પ્રદેશમાં ૨૦૧૨માં એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં 74.62 ટકા મતદાન થયું હતું. 68 સીટ ઉપર મતદાન નોંધાયું હતું. અપક્ષોએ પણ તમામ 68 સીટ ઉપર ચૂંટણી લડી હતી. હિમાચલ પ્રદેશમાં જુદા જુદા સામાજિક અને આર્થિક પરિબળો રહેલા છે. ભાજપ આ વખતે ફરી એકવાર મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે.

    ભાજપ પ્રમુખ અમિત શાહનું કહેવું છે કે, આ વખતે વધુ આક્રમક તૈયારી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં દશકોથી તમામ પ્રકારની સુવિધાઓ રહેલી છે જેમાં સ્થાનિક મુદ્દાઓ જુદા રહેલા છે. હિમાચલ પ્રદેશમાં મહિલા મૃત્યુદર 1.9 બાળક પ્રતિ મહિલા છે. જ્યારે હિમાચલમાં 90 ટકા મકાનો વિજળીની સુવિધા છે. સારક્ષરતાનો દર પણ અહીં રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે અને 87.78 ટકા છે. જીવન આયુષનો દર 67 વર્ષનો છે જે રાષ્ટ્રીય 65.4ના આયુષ કરતા વધારે છે. હિમાચલ પ્રદેશનું અર્થતંત્ર પણ દેશમાં સૌથી ઉંચા પૈકીના એક તરીકે છે. 2009ના આંકડા મુજબ પ્રતિવ્યક્તિ જીડીપી આવક ઉલ્લેખનીય છે.
    First published:

    Tags: Assembly election 2017, BJP Himachal, Congress Himachal, Himachal Election 2017

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો