હિમાચલમાં કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, નાના ખેડુતોને વગર વ્યાજે 1 લાખ રૂપિયા સુધીની આપશે લોન

Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 3:53 PM IST
હિમાચલમાં કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, નાના ખેડુતોને વગર વ્યાજે 1 લાખ રૂપિયા સુધીની આપશે લોન
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેમનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. આ દરમિયાન નવાં વાયદાઓ સાથે કોંગ્રેસે ગત સરકારનાં 95 ટકા વાયદા પૂર્ણ કરવાનો પણ દાવો કર્યો છે
Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 3:53 PM IST
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેમનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. આ દરમિયાન નવાં વાયદાઓ સાથે કોંગ્રેસે ગત સરકારનાં 95 ટકા વાયદા પૂર્ણ કરવાનો પણ દાવો કર્યો છે.

બુધવારે ઘોષણા પત્ર કમિટીએ ચેરમેન ઠાકૂર કોલ સિંહે મેનિફેસ્ટો જાહેર કર્યો તેમણે કહ્યું કે ગત પાંચ વર્ષોમાં અમે જે વાયદો કર્યો છે તેમાંથી 95% વાયદા પૂર્ણ કર્યા છે. સાથે જ કહ્યું કે, લોકોની ફરિયાદ સાંભળવા માટે ફરિયાદ વિભાગની પણ નિમણૂક કરી છે. જેનાંથી રાજ્યમાં ઝીરો કરપ્શન લાગૂ થયુ છે.

મેનિફેસ્ટોની મુખ્ય વાતો
-નાના ખેડુતોને વગર વ્યાજે 1 લાખ રૂપિયા સુધીની આપશે લોન

-સ્કૂલી વિદ્યાર્થીઓને 1જીબી ડેટાની સાથે 50 હજાર લેપટોપ
-મજૂરોનું દિવસનું વેતન વધારી 350 રૂપિયા કરવામાં આવશે.
-જંગલી જાનવરોથી બચાવવાં માટે ખાસ નીતિ બનાવવામાં આવશે
-નવી ખોલવામાં આવેલી સ્કૂલો અને કોલેજોમાં સ્ટાફની નિયુક્તિ
-બે વર્ષનાં કોન્ટ્રાક્ટ પર નોકરી પરનાં લોકોને રેગ્યુલર કરવામાં આવશે
-દરરોજ આઉટ સોર્સ કરનારાઓને ત્રણ વર્ષમાં રેગ્યુલર કરવામાં આવશે.
-દોઢ લાખથી વધઉ નોકરીઓ આપવામાં આવશે.

મેનિફેસ્ટો જાહેર કરતાં સમયે કોલ સિંહે કહ્યું કે, તેમની સરકારે ગત પાંચ વર્ષોમાં 75000 નોકરીઓ આપી હતી. આવનારા સમયમાં તેની સંખ્યા દોઢ લાખ સુધી કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે વિરભદ્ર સરકારે ખુબ બધા વિકાસ કાર્ય કર્યા છે.

ભાજપથી સારુ મેનિફેસ્ટો
તેમનાં વાયદાઓ કહેતાં કોંગ્રેસ નેતાઓએ તે પણ કહ્યું કે, તેમનો મેનિફેસ્ટો ભાજપ કરતાં ઘણો સારો છે. તે ઉપરાંત મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે કહ્યું કે કમિટીનાં ચેરમેન ઠાકુર કોલ સિંહ અને તેમની આખી ટીમે મેનિફેસ્ટો તૈયાર કરવામાં ઘણી મહેનત કરી છે.
First published: November 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर