સિદ્ધાર્થ પટેલને જ્યારે પૂછાયો સીધો સવાલ, શું લોકો કોંગ્રેસને મત આપશે ?

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:16 PM IST
સિદ્ધાર્થ પટેલને જ્યારે પૂછાયો સીધો સવાલ, શું લોકો કોંગ્રેસને મત આપશે ?
ગુજરાત મીડિયાનાં ઇતિહાસમાં પહેલી વખત જ્યારે એક મંચ પર સીધા આરોપ પ્રત્યારોપ કરી રહ્યાં છે કોંગ્રેસ નેતા અને ભાજપ નેતાઓ. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે એજન્ડા ગુજરાતનાં મંચ પર કરી તેમનાં મનની સીધી વાત.
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:16 PM IST
ગુજરાત મીડિયાનાં ઇતિહાસમાં પહેલી વખત જ્યારે એક મંચ પર સીધા આરોપ પ્રત્યારોપ કરી રહ્યાં છે કોંગ્રેસ નેતા અને ભાજપ નેતાઓ. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે એજન્ડા ગુજરાતનાં મંચ પર કરી તેમનાં મનની સીધી વાત.

- ગુજરાતમાં દેશમાં ક્યાંય ન હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. તમામ સમાજ, જેવા કે પાટીદાર, દલિત, આદિવાસી, ઓબીસી તેમજ તમામ લોકો પોતાના અધિકારીની માંગણી સાથે રસ્તા પર આવી ગયા છે.
- ગુજરાતમાં નાના અને મધ્યમ વર્ગના વર્ગને લઈને અનેક સમષ્યા છે.
- 40 હજાર કિલોમીટર નર્મદા નહેરનું કામ હજી બાકી છે.

- ત્રણ લાખ હેક્ટરથી વધારે જમીનમાં આજે પણ પાણી નથી મળી રહ્યું.
- ગુજરાતમાં કોંગ્રેસ 22 વર્ષથી સત્તા પર નથી તો અમારી જવાબદારી નથી કે લોકોને હિસાબ આપે.
- ભાજપે કામ કર્યું હોત તો ઓબીસી અને પાટીદારોએ રસ્તા પર ન આવવું પડતું. કામ થવું જોઈતું હતું એ નથી થયું.
- ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સબસિડીમાંથી 99% મોટા ઉદ્યોગોને આપવામાં આવી.
- શક્ય હોય એટલી મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફથી મહિલાઓને ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવશે.
શું લાગે છે કોંગ્રેસને લોકો કેમ મત આપે?

 

ગુજરાતમાં દેશમાં ક્યાંય ન હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. તમામ સમાજ, જેવા કે પાટીદાર, દલિત, આદિવાસી, ઓબીસી તેમજ તમામ લોકો પોતાના અધિકારીની માંગણી સાથે રસ્તા પર આવી ગયા છે. એવું શું થયું કે લોકોએ રસ્તા પર આવવા મજબૂર થવું પડ્યું? શા માટે આવું થઈ રહ્યું છે? છેલ્લા 22 વર્ષમાં ભાજપાના શાસનમાં વધારે પ્રમાણમાં પ્રચાર, પ્રસાર, ખોટા વચનો પાછળ વાસ્તવક કામગિરી નથી થઈ. ગુજરાતમાં નાના અને મધ્યમ વર્ગના વર્ગને લઈને અનેક સમષ્યા છે.


ખેડૂતોની સમસ્યા  છે કે તેમને પાણી અને વીજળી મળે. તો જ ખેડૂતો તાકાતવાર બનશે. નર્મદાનું પાણી કેટલા સુધી પહોંચ્યું તે બધા જાણે છે. 40 હજાર કિલોમીટર નહેરનું નર્મદાની કામ હજી બાકી છે. ત્રણ લાખ હેક્ટરથી વધારે જમીનમાં આજે પણ પાણી નથી મળી રહ્યું. આ જ ગુજરાતની વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાને સમજ્યા વગર આપણે ફક્ત વિકાસની વાત કરીશું તો લોકો ચોક્કસ ગુસ્સે ભરાશે. આ સ્થિતિ ઉભી થઈ છે તેના પરથી લાગે છે કે રાજ્યની પ્રજામાં ગુસ્સો છે.


ગુજરાતમાં કોંગ્રેસ 22 વર્ષથી સત્તા પર નથી તો અમારી જવાબદારી નથી કે લોકોને હિસાબ આપે. આ માટે ચોક્કસ ભાજપ જવાબ આપશે. જ્યારે જ્યારે ગુજરાતમાં કંઈ બન્યું છે ત્યારે કોંગ્રેસ તેમની સાથે ઉભી રહી છે. હંમેશા ગુજરાતના હિતમાં કામ કર્યા છે.


ભાજપે કામ કર્યું હોત તો ઓબીસી અને પાટીદારોએ રસ્તા પર ન આવવું પડતું. જે કામ થવું જોઈતું હતું એ નથી થયું. આ જ ગુજરાતની વાસ્તવિકતા છે. શિક્ષણ અને રોજગારી મહત્વપૂર્ણ મુદ્દા છે. મોટા ઉદ્યોગો ક્યારેય પણ રોજગારીલક્ષી ન હોઈ શકે. સરકારે માત્ર મોટો ઉદ્યોગો પર ફોકસ કર્યું, જેના કારણે SME પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નથી આવ્યું. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સબસિડીમાંથી 99% મોટા ઉદ્યોગોને આપવામાં આવી.
First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर