હિમાચલ વિધાનસભા ચૂંટણી દરમિયાન નાલાગઢા વિધાનસભા વિસ્તારમાં આચાર સંહિતાનાં ઉલ્લંઘન કરવા પર આઝાદ ઉમેદવાર પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. નાલાગઢ વિધાનસભા ચૂંટણીમાં જ્યાં ચૂંટણીપંચે સંપૂર્ણ સખતાઇ વર્તી હતી. અને સામાન સહિત પૈસાની લેતી-દેતી પર સંપૂર્ણ નજર બનાવી રાખી હતી.
જોકે, હવે નાલાગઢનાં આઝાદ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલાં હરદીપ સિંહ બાવા વિરુદ્ધ ઇન્ડક્શન ગેસ અને કુકર વેંચવા મામલે પોલીસ કેસ દાખલ કર્યો હતો. ફ્લાઇંગ સ્ક્વોડ ટીમનાં પ્રભારીએ ઉપમંડળ દંડાધિકારીને ફરિયાદ દાખલ કરવી હતી. નાલાગઢ વિધાનસભા વિસ્તારમાં ગામ વૈદ્યનાં જોહડમાં અપક્ષ ઇમેદવારે વોટ મેળવવાની લાલચમાં લોકોને ઇંડક્શન ગેસ અને કુકર વેચ્યા હતા.
જે બાદ જિલ્લા ચૂંટણી પંચ અને ડીસી સોલને પણ કાર્યવાહી કરવાની વાત કરી હતી. હવે આ કેસમાં પોલીસે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર