રાહુલ બાદ CM વિજય રૂપાણી પણ મા અંબાનાં શરણે

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 1:00 PM IST
રાહુલ બાદ CM વિજય રૂપાણી પણ મા અંબાનાં શરણે
રાહુલ ગાંધીની મંદિરનીતિ બાદ હવે ભાજપ પણ એ માર્ગે જઈ રહ્યું છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અંબાજીમાં વહેલી સવારે પરિવાર સાથે મંગળા આરતીના દર્શન કર્યા અને કપૂર આરતી પણ કરી
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 1:00 PM IST
રાહુલ ગાંધીની મંદિરનીતિ બાદ હવે ભાજપ પણ એ માર્ગે જઈ રહ્યું છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અંબાજીમાં વહેલી સવારે પરિવાર સાથે મંગળા આરતીના દર્શન કર્યા અને કપૂર આરતી પણ કરી. આ સાથે જ માતાજીની ગાદીએ રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ લીધા હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાને ગુજરાત સમૃદ્ધ બને અને વિકાસશીલ બને તે માટે પ્રાર્થના કરી.હાર્દિક પટેલનાં કથિત વાઇરલ વીડિયો અંગે CM રૂપાણીનું શું કહેવું છે?

હાર્દિક પટલેનાં કથિત વાઇરલ વીડિયો અંગે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ વિશે કંઇ જ બોલવાનું ટાળ્યુ હતું.

આજે CMનાં ઘરે સાધુ સંતોની બેઠક

પોતાની વિવિધ માંગણીઓને લઇને સરકાર સામે નારાજગી વ્યક્ત કરનાર સાધુ સમાજને મનાવવાના પ્રયાસો ભાજપે શરૂ કરી દીધા છે. સાધુ સમાજને CM હાઉસ ખાતે બેઠક માટે બોલાવાયા છે. આ બેઠકમાં CM વિજય રૂપાણી અને અમિત શાહ બંને હાજર રહેશે. જેમાં સાધુ સંતો તેમની વિવિધ માંગણીઓને સરકાર સમક્ષ મુકશે. આ મિટિંગમાં 21 જેટલા સાધું સંતો હાજર રહેશે.. ત્યારે જોવું એ રહેશે કે આ મિટિંગ બાદ સાધુ-સંતોની નારાજગી દુર થશે કે નહીં
First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर