રાહુલ મંદિરે-મંદિરે કેમ ફરે છે તે લોકો જાણે છેઃ રૂપાણી

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:16 PM IST
રાહુલ મંદિરે-મંદિરે કેમ ફરે છે તે લોકો જાણે છેઃ રૂપાણી
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:16 PM IST
અમદાવાદઃ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એજન્ડા ગુજરાતનાં મંચ પર પહોચ્યાં જેમને Etv ગુજરાતીનાં એડિટર રાજીવ પાઠકે પુછ્યા સીધા સવાલ અને આ સવાલોનાં મુખ્યમંત્રીએ આપ્યા દિલ ખોલીને જવાબ. ભાજપ 150+ બેઠક મેળવીને વિજયી બનશે. અમને 3/4 બહુમત મળશે. 2015માં એ વખતે દુષ્કાળ હતો. ગામોમાં ખેડૂતો દુઃખી હતા. ખેડૂતોની સમષ્યાને કારણે બીજેપીને સ્થાનિક સ્વરાજનો ચૂંટણીમાં બીજેપીને નુકસાન થયું. ત્યાર બાદ તમામ ચૂંટણીઓ બીજેપી જીત્યું છે.
કોંગ્રેસ છોડી બીજેપીમાં આવેલા તમામને ટિકિટ મળશે?


પ્રોસેસ ચાલી રહી છે. ભાજપમાં કાર્યકરો તેમજ જનતા શું કહે છે તે જાણીને ટિકિટ આપવામાં આવશે. ટિકિટ નક્કી કરવાનો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરી છે. વર્તમાન કેટલા ધારાસભ્યોની ટિકિટ કપાશે તે અંગે જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવી એવો બીજેપીનો કોઈ નિયમ નથી. જ્યાં જ્યાં બદલાવની જરૂર છે ત્યાં ટિકિટ કાપવામાં આવે છે. આવું આનંદીબેન જ કરી શકેસબકા સાથ સબકા વિકાસ અમારો મુખ્ય એજન્ડા હશે. ભૂકંપ, વાવાઝોડું અને પૂર પછી પણ ગુજરાત રોકાયું નથી. આનંદીબેને જે નિર્ણય લીધો તેને હું સલામ કરુ છું. રાજનીતિમાં કોઈ છોડતા નથી. આ ખરેખરે મુશ્કેલ કામ છે. આનંદીબેને જેવી રીતે પોતાના પદનો ત્યાગ કર્યો તેને હું નમસ્કાર કરું છું. આ ભારતીય જનતા પાર્ટીમાં જ થઈ શકે છે અને આનંદીબેન જેવા નેતા જ કરી શકે છે.

ગુજરાતમાં જેટલા આંદોલને થયા તેમનો ઝૂકાવ કોંગ્રેસ તરફ છે ત્યારે બીજેપી માટે કેવા કપરા ચઢાણ રહેશે?

બીજેપી માટે કોઈ મુશ્કેલી નથી. તમામ ઉઘાડા પડી ગયા છે. તમામ આંદોલનો કોંગ્રેસ પ્રેરિત હતા. અલ્પેશ ઠાકોરે તો સોગંદ ખાધા હતા કે હું રાજકાણમાં નહીં જાઉં. કોંગ્રેસે પણ અનામત અંગે અંગે શબ્દ નથી ઉચ્ચાર્યો. સમઢિયાળામાં દલિતો પર અત્યાર થયા તેના તમામ આરોપીઓ જેલમાં બંધ છે. ફાસ્ટટ્રેક કાર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હારી ગઈ છે.

રાહુલ ગાંધી મંદિરે મંદિરે ફરી રહ્યા છે? બીજેપીને ચિંતા છે?

રૂપાણીએ કહ્યું કે ચૂંટણીના બહાને પણ રાહુલ મંદિરમાં ગયા તેની મને ખુશી છે. ચૂંટણી છે એટલે મંદિર યાદ આવી રહ્યા છે. મોદી અક્ષરધામ ગયા તો તેઓ પણ ગયા. દિલ્હીમાં જ ભારતનું સૌથી મોટું મંદિર તેમના ઘરની બાજુમાં જ આવેલું છે તેઓ ત્યાં નથી ગયા. કેરળમાં કોંગ્રેસના કાર્યકરોએ જાહેરમાં ગાયની હત્યા કરી, અને તેના માંસની હત્યા કરી. સોફ્ટ હિન્દુત્વની વાત હોય તો તેમણે તમામ કાર્યકરોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. જેએનયુમાં જે નારેબાજી થઈ રહી હતી તે સભામાં રાહુલ ગાંધી ગયા હતા. તેમણે આતંકીઓને સપોર્ટ કરનારને સપોર્ટ કર્યું હતું. આમાં કોઈ હિન્દુત્વન નથી દેખાઈ રહ્યું. ગુજરાતના લોકો જાણે છે કે ચૂંટણી છે એટલે રાહુલ મંદિરે મંદિરે ફરી રહ્યા છે. મને નથી લાગતું કે આ જોઈને લોકો તેમને વોટ આપશે.

મુસ્લિમ મતદારો પણ કોંગ્રેસ તરફ ઝૂકશે?

કોંગ્રેસની રાજનીતિ એ તુષ્ટિકરણની રાજનાતી છે. અમારી રાજનીતિ સર્વધર્મ સમભાવની છે, એ અમારી ભાવના છે. 6.5 કરોડ ગુજરાતીઓનો વિકાસ એ ભાજપાનો મંત્ર છે. એમાં તમામ ધર્મના લોકો છે. મુસ્લિમો પણ જાણે છે કે કોંગ્રેસે વોટબેંક માટે અમારો ઉપયોગ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોએ બીજેપીને સમર્થન કર્યું તેમ ગુજરાતના મુસ્લિમો પણ બીજેપીને સમર્થન આપશે.

GSTના અમલને લઈને સરકારે ભૂલ કરી?

રાહુલ ગાંધી અને કોંગ્રેસ આવા જ મુદ્દામાં ફસાયેલા રહ્યા છે. ઉત્તર ગુજરાત વખતે પણ નોટબંધીનો મુદ્દો હતો, પરંતુ લોકોએ ભારે બહુમતિથી અમને જીતાવ્યા. રાજ્યસભામાં કોંગ્રેસની બહુમતિ છે તે તેમણે જીએસટી બીલને કેમ ન રોક્યું? આ અંગે રાહુલે જ કહ્યું હતું કે વેપારી વર્ગ નારાજ ન થાય એ માટે અમે તેને પાસ થવા દીધું. તેઓ જીએસટી અંગે રાજનીતિ કરી રહ્યા છે. જીએસટીના નિર્ણયો જીએસટી કાઉન્સિલ કરી રહી છે તેમાં તમામ પક્ષના લોકો છે. તેમાં સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવે છે. ત્યાં કોંગ્રેસ વિરોધ નથી કરી રહી અને બહાર વિરોધ કરી રહ્યા છે. જીએસટીથી ગુજરાતના તમામ વર્ગના લોકો ખુશ છે, ચૂંટણીમાં આ મુદ્દો બીજેપીને નહીં નડે.

રાહુલના ગબ્બર સિંહ ટેક્સના નિવેદન પર શું કહેવું છે?

10 વર્ષના યુપીએના શાસનમાં દેશનું માથું શરમથી ઝૂકી જાય એવા કૌભાંડો થયા છે. ત્યારે રાહુલ ગાંધીની આવી વાતો કોઈ સાંભળનાર નથી. રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ તમામ ચૂંટણીઓ હારી છે. અમને એમના નિવેદનથી કોઈ ફર્ક નથી પડતો.

મોદી નર્મદાને લઈને ક્યારેય નથી મળ્યા તેવા મનમોહનના નિવેદન અંગે શું કહેશો?

નરેન્દ્ર મોદી અમદાવાદમાં 45 મિનિટ સુધી મનમોહન સિંહને મળ્યા હતા. તેમણે એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પાંચમો મુદ્દો નર્મદાનો હતો. હું જ્યારે રાજ્યસભાનો સભ્ય હતો ત્યારે અડવાણીના નેતૃત્વમાં અમે નર્મદા મુદ્દાને લઈને મનમોહનસિંહને બે વખત મળ્યા હતા. તમામ જગ્યાએ નર્મદાનું પાણી નથી મળી રહ્યું તે અંગે રૂપાણીએ કહ્યું હતું કે આ કોંગ્રેસની રાજનીતિ છે. મુખ્ય કેનાલનું કામ પુરુ થઈ ગયું છે. દિલ્હીમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બની છે ત્યારે ગુજરાતને અન્યાય થયો છે. કોંગ્રેસની હંમેશા ગુજરાત વિરોધી માનસિકતા રહી છે.ક્યાં સુધી નર્મદાની તમામ કેનાલનું કામ પુરુ થઈ જશે?

મુખ્ય કેનાલ અને કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચી ગયું છે. દોઢ વર્ષમાં બાકીનું તમામ કામ પુરુ થઈ જશે. પીવાના પાણીનો દુષ્કાળ એ આજે ભૂતકાળ બની જશે.

વિકાસના મોડલ પર ઉઠેલા સવાલ અંગે બીજેપીમાં કોઈ ચિંતા?

અમને આનંદ છે કે અમારા વિકાસના મોડલ પર કોંગ્રેસ ઘસાતી પાછળ પડી છે. મોદી જ્યારથી ગુજરાતના સીએમ બન્યા ત્યારથી વિકાસની રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ વિકાસના નામે આખા દેશમાંથી સાફ થઈ ગઈ છે. વિકાસ નહીં ખરેખર એ લોકો પાગલ થઈ ગયા છે. એ લોકો માટે વિકાસ મજાક છે અને અમારા માટે મિજાજ છે.
First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर