Home /News /election2017 /કુલ્લુમાં હવે ભાજપ-કોંગ્રેસ કરી રહી છે સમીક્ષા, બંને પાર્ટીઓએ કર્યો છે જીતનો દાવો

કુલ્લુમાં હવે ભાજપ-કોંગ્રેસ કરી રહી છે સમીક્ષા, બંને પાર્ટીઓએ કર્યો છે જીતનો દાવો

    હિમાચલનાં કુલ્લુ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી બાદ પણ તમામ લોકોએ કાર્યકર્તાઓની સાથે વોટનાં આંકડાની ગણતરી કરવાની શરૂઆત કરી દીધી છે. તમામ ઉમેદવારએ પોલિંગ એજન્ટ દ્વારા પોલિંગ બૂથ પર કેટલાં ટકા મતદાન થયુ તે આંકડાની સમિક્ષા કરવાની શરૂ કરી દીધી છે.

    તો કુલ્લુ સદરથી મહેશ્વર સિંહનાં કાર્યકર્તાઓની સાથે તેમનાં ઘરની પણ સમીક્ષા કરી તે મસયે તેમણે કહ્યું કે, મતગણતરીને હજુ લાંબો સમય રાહ જોવી પડશે. કેટલીયે જગ્યાઓ પર ઉમેદવારોએ જીત અને હાર અંગે ચર્ચાઓ પણ શરૂ કરી દીધી છે.

    તેમણે કહ્યું કે, તમામને શાંતિ પૂર્વક સંયમથી બેસાડીને સમીક્ષા કરવી જોઇએ. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશની જનતાએ ખુબ ઉત્સાહ દાખવ્યો હતો. અને રેકોર્ડ બ્રેક મતદાન કર્યુ હતું. તેમણે ક્હ્યું કે, મતદાનની ટકાવારી વધી છે તો તેમ માનવામાં આવે છે કે જનતાએ વર્તમાન સરકારની વિરોધમાં મત આપ્યા છે.

    તેમણે કહ્યું કે, કુલ્લુ જિલ્લામાં ચાર સીટ પર કમલ ખિલશે અને પ્રદેશમાં 45-50 સીટ પર ભાજપ આવશે. તેમને ભારે મતદાન માટે જનતાનો પણ આભાર માન્યો છે.
    First published:

    Tags: Assembly election 2017, BJP Himachal, Congress Himachal, Himachal Election 2017