અટલજીના જન્મદિવસ પર રચાશે નવી સરકાર! CM પર સસ્પેન્સ

  • Share this:
ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં 99 સીટ જીત્યા બાદ બીજેપીની નવી સરકાર રચવાની તેયારી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત બીજેપીની નવી સરકાર 25 ડિસેમ્બરે શપથ ગ્રહણ કરી શકે છે. મંગળવારે સૂત્રોએ તેની જાણકારી આપી હતી. બીજેપી મુખ્યમંત્રીને લઈને ચર્ચા કરી રહી છે કે, ગુજરાતની ગાદી કોને સોપવામાં આવે?

બીજેપી અધ્યક્ષ અમિત શાહે ગુજરાત વિધાનસભા ઈલેક્શન ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની હેઠળ ચૂંટણી લડી રહી છે, જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈલેક્શનમાં પાર્ટીના પ્રમુખ ચહેરો રહેશે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતે જીતના ખુબ જ ઓછા અંતરના કારણે પાર્ટી નેતૃત્વ મુખ્યમંત્રી બદલવા પર વિચાર કરી શકે છે. જોકે, આ બાબતે પીએમ મોદી અને પાર્ટી કેન્દ્રીય સંસદીય બોર્ડ અંતિમ નિર્ણય લેશે.

BJPની સંસદીય બોર્ડની અંતિમ નિર્ણય

જ્યારે વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું કે, ગુજરાતનો નવા મુખ્યમંત્રી કોણ હશે, તો તેમને કહ્યું કે બીજેપીએ આ વખતે ગુજરાતમાં મારા ચહેરા સાથે ઈલેક્શન લડ્યુ પરંતુ પાર્ટીનું સંસદીય બોર્ડ જ અંતિમ નિર્ણય લેશે. ગુજરાતમાં કોંગ્રેસે આ વખતે ખુબ જ સારો પ્રર્ફોમ કરતાં 27 વર્ષ બાદ કોંગ્રેસ 70ના આંકડાને પાર કરતાં 80 સીટો પર જીત મેળવી હતી.

અટલજીના જન્મ દિવસ પર હશે શપથ ગ્રહણ

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના નવા મુખ્યમંત્રીની શપથ-ગ્રહણ 25 ડિસેમ્બરે થઈ શકે છે, કેમ કે આ દિવસે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈનો જન્મદિવસ છે. વર્ષ 2012ના ઈલેક્શન બાદ નરેન્દ્ર મોદીએ ચોથી વખત 25 ડિસેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા.
First published: