ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હજુ પ્રથમ તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે તમામ નેતાઓ મતદારોને આકર્ષવામાં લાગ્યા છે. ત્યારે બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક નેતાઓએ લેઉવા પટેલ નેતા અને ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓએ ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ નરેશ પટેલે ભાજપને સમર્થન આપ્યું. ભાજપનો દાવો છે કે નરેશ પટેલ પોતાના સમુદાયના લોકોને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરશે.
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે મુલાકાત બાદ હાર્દિક પટેલે આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર