PMની 'મન કી બાત', ભાજપનાં સ્ટાર પ્રચારકોએ ચા સાથે સાંભળી મોદીની વાત

Network18 | News18 Gujarati
Updated: November 26, 2017, 12:17 PM IST
PMની 'મન કી બાત', ભાજપનાં સ્ટાર પ્રચારકોએ ચા સાથે સાંભળી મોદીની વાત

  • Share this:
પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં ગુજરાતની ચૂંટણી, ભારતીય સેના અને આંતકવાદને નાથવાનાં અલગ અલગ મુદ્દા પર વાત કરી. તેમણે મુંબઇની તાજ હોટલ પર થયેલાં 26/11નાં હુમલાને યાદ કર્યો હતો. અને શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી. આ તમામ વાત કરતાં સમયે ગુજરાતની 182 બેઠક પર ભાજપનાં બુથ બનાવીને ભાજપનાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. જેમાં ભાજપનાં સ્ટાર પ્રચારક પણ હાજર રહ્યાં હતાં.
વડોદરાનાં તંબુ ચોકી પાસે અમિત શાહ હાજર રહ્યાં હતાં. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરવા હડફમાં હાજર રહ્યાં હતાં. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની જૂનાગઢમાં હાજર રહ્યાં હતાં. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં મન કી બાત સાંભળી હતી. અને ત્યાં હાજર ભાજપ સમર્થકો સાથે ચાય પર ચર્ચા પણ કરી હતી. ગાંધીનગરમાં મેયર પ્રવિણ પટેલ હાજર રહ્યાં હતાં. કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયેલ
પોરબંદરમાં મન કી બાત સાંભળી હતી.

પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે વલસાડમાં મન કી બાત સાંભળી હતી. ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ મન કી બાત સાંભળી હતી. રાજકોટમાં સંગઠન મંત્રી રામલાલજીની હાજરીમાં મન કી બાતનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરતનાં અડાજણમાં મન કી બાતમાં ભાગ લેવાં અરૂણ જેટલી પહોચ્યા હતાં.
First published: November 26, 2017
વધુ વાંચો
अगली ख़बर