Home /News /election2017 /ભાઇ માટે ઘરે-ઘરે ફરીને વોટ માંગે છે આ મહારાણી, પટિયાલા રાજપરિવારની છે વહુ
ભાઇ માટે ઘરે-ઘરે ફરીને વોટ માંગે છે આ મહારાણી, પટિયાલા રાજપરિવારની છે વહુ
શિમલા ગ્રામીણ સીટ પર વિક્રમાદિત્યનો મુકાબલો ભાજપના ઉમેદવાર ડો. પ્રમોદ શર્મા સાથે છે. આ વિધાનસભા વિસ્તાર ઘણો મોટો છે, તેથી અપરાજિતા તેના ભાઈના ચૂંટણી પ્રચારમાં ઘણો સમય ફાળવી રહી છે.
શિમલા ગ્રામીણ સીટ પર વિક્રમાદિત્યનો મુકાબલો ભાજપના ઉમેદવાર ડો. પ્રમોદ શર્મા સાથે છે. આ વિધાનસભા વિસ્તાર ઘણો મોટો છે, તેથી અપરાજિતા તેના ભાઈના ચૂંટણી પ્રચારમાં ઘણો સમય ફાળવી રહી છે.
શિમલાઃ પટિયાલા રાજઘરાનાની વહુ અને હિમાચલના સીએમ વીરભદ્રની દીકરી અપરાજિતા સિંહ હાલ તેના ભાઈ વિક્રમાદિત્ય સિંહના ચૂંટણી પ્રચાર માટે ઘેર-ઘેર ફરીને મત માંગી રહી છે. શિમલા ગ્રામીણ સીટ પર વિક્રમાદિત્યનો મુકાબલો ભાજપના ઉમેદવાર ડો. પ્રમોદ શર્મા સાથે છે. આ વિધાનસભા વિસ્તાર ઘણો મોટો છે, તેથી અપરાજિતા તેના ભાઈના ચૂંટણી પ્રચારમાં ઘણો સમય ફાળવી રહી છે.
અપરાજિતાનું શું કહેવું છે, વાંચો?
- અપરાજિતા લોકોને મળી રહી છે અને તેણે તેના ભાઈ વિક્રમાદિત્ય માટે મત આપવાની અપીલ કરી રહી છે. - અપરાજિતા સિંહના લગ્ન પટિયાલા રાજવી પરિવાર સાથે જોડાયેલા તથા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પુત્રી જયઈન્દ્ર કૌરના પુત્ર અંગધ સિંહ સાથે થયા છે. - સોલન જિલ્લાના કસૌલી પાસે આવેલી જાણીતી કોન્વેન્ટ સ્કૂલ સનાવરમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી સ્નાતક અને અમેરિકામાં ટેક્ષટાઈલ ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો છે. - અપરાજિતાનું કહેવું છે કે, લોકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તે કહે છે કે, પ્રદેશ કોંગ્રેસ સરકારે વિસ્તારમાં વિકાસના ઘણા કામ કરાવ્યા છે, એટલા માટે લોકો કોંગ્રેસ સાથે છે. - પરિવારવાદ મુદ્દે અપરાજિતાનું કહેવું છે કે, મારા પરિવારમાં સેવાભાવ છે અને પાર્ટીએ પણ યોગ્યતા પ્રમાણે ટિકિટ વહેંચી છે. જોકે, તે રાજકારણથી દૂર રહેવા માંગે છે. તે કહે છે કે, હું સેવા કરવા માંગુ છું, પરંતુ રાજકારથી તો દૂર જ રહેવા માંગુ છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર