કોંગ્રેસ માટે વિકાસ ફક્ત મજાક છે, 1990 પહેલાંનું ગુજરાત કેવુ હતું તે બધા જાણે છે : અમિત શાહ

Network18 | News18 Gujarati
Updated: November 4, 2017, 11:35 AM IST
કોંગ્રેસ માટે વિકાસ ફક્ત મજાક છે, 1990 પહેલાંનું ગુજરાત કેવુ હતું તે બધા જાણે છે : અમિત શાહ
અમિત શાહે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયા સાથે વાત ચીત કરી હતી જેમાં તેમણે 1990થી 2017 સુધી જ્યાં ભાજપનું સાશન હતું ત્યારે ગુજરાતે કેવો વિકાસ કર્યો છે અને તે પહેલાં ગુજરાતનાં શું હાલ હતાં તે વિશે કરી વાત
Network18 | News18 Gujarati
Updated: November 4, 2017, 11:35 AM IST
અમિત શાહે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયા સાથે વાત ચીત કરી હતી જેમાં તેમણે 1990થી 2017 સુધી જ્યાં ભાજપનું સાશન હતું ત્યારે ગુજરાતે કેવો વિકાસ કર્યો છે અને તે પહેલાં ગુજરાતનાં શું હાલ હતાં તે વિશે વાત કરી હતી. તેમજ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર પણ કર્યા હતાં. ચૂંટણી આવીએટલે કોંગ્રેસનો ગુજરાત પ્રેમ અચાનક ઉભરાવા લાગ્યો.

ગુજરાતની જનતાએ હંમેશા ભાજપાને આશીર્વાદ આપ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા છે એટલે કે દેશમાં પણ ભાજપનું શાસન છે ત્યારે ગુજરાતને ફાયદો મળે તેમ પણ જણાવ્યું હતું. આ સાથે તેમણે કોંગ્રેસના શાસન સાથે સરખાવીને ભાજપના શાસનનો વિકાસ ગણાવ્યો.

શું ખાસ હતું અમિત શાહનાં ભાષણમાં
-પહેલા વિજળી કલાકો આવતી નથી પરંતુ હવે વિજળી ઉત્પાદન વધ્યુ છે

-26 ટકા નળથી પાણી આવવાનો દર વધીને 90 ટકા થયો છે
-કોંગ્રેસના રાજમાં યુનિવર્સિટીની સંખ્યા 7થી વધીને ભાજપે 57 કરી છે.
-કપાસ,મગફળીનું ઉત્પાદ વધ્યું છે
-શાકભાજી ફળફળાદીમાં પણ મબલખ ઉત્પાદન છે
-તેમના માટે વિકાસ મજાક છે ભાજપ માટે વિકાસ મિજાજ છે
-હિસાબ મારે કે ભાજપને નથી આપવાનો છે કોંગ્રેસને આપવાનો છે કે આટલા વર્ષો સુધી શું કર્યું
-ગુજરાતના મોટાભાગના ક્ષેત્રોમાં પાણી પોંહચાડ્યું
-કાર્ગો હેન્ડલીંગમાં વધારો થયો છે.
-ચૂંટણીના લીધે કોંગ્રેસનો ગુજરાત પ્રેમ અચાનક ઉભરાવવા માંડ્યો
-જ્યાં સુધી દેશમાંથી કોંગ્રેસનું શાસન ન ગયું ત્યાં સુધી સરદાર સાહેબને ભારત રત્ન ન મળ્યું
-જવાહરલાલ નહેરુએ શરૂ કરેલો સરદાર ડેમ નરેન્દ્ર મોદી પુરો કરશે
-ક્યાંય કર્ફ્યુ નથી લાગ્યા
-ગામડામાં 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું છે
-ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે કોંગ્રેસ
-દરેક ગરીબના ઘરમાં ગેસ ,શૌચાલય પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે
-ભાવનગરમાં રો રો ફેરી સર્વિસ શરૂ કરી છે
-ભાજપાના શાસનમાં અનાજના ઉત્પાદનમાં વધારો, દૂધના ઉતાપાદમાં વધારો
-શિશુ મૃત્યુદર, માતા મત્યુદર ઘટ્યું છે
First published: November 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर