વિકાસ ગાંડો થયો છેનો નારો કોંગ્રેસને ભારે પડશેઃ શાહ

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:30 PM IST
વિકાસ ગાંડો થયો છેનો નારો કોંગ્રેસને ભારે પડશેઃ શાહ
મોદી ગુજરાતમાં નથી ત્યારે આ ચૂંટણી કેટલી મુશ્કેલ તેવા સવાલ પર અમિત શાહે કહ્યું હતું કે, તેઓ દિલ્હી રહીને ગુજરાતનું સારી રીતે ધ્યાન રાખે છે. તેઓ દિલ્હી જ છે ઈટાલી નથી ગયા. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતો પર તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી.
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:30 PM IST
News18 નેટવર્કનાં ખાસ કાર્યક્રમ એજન્ડા ગુજરાતનાં મહેમાન બનેલા અમિત શાહે ભાજપની ચૂંટણી જીતવાની વ્યૂહરચના,  કોંગ્રેસની સ્થિતિ અને ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં શાહે કહ્મું હતું કે વિકાસ ગાંડો થયો છે નો નારો કોંગ્રેસને ભારે પડશે. કોંગ્રેસની લોકપ્રિયતા વધતા પર અમિત શાહે કહ્યું હતું કે, એ તપાસનો વિષય છે કયા દેશમાં તેમની લોકપ્રીયતા વધી રહી છે. તેમણે ટોન્ટ મારતા કહ્યું હતું કે કઝાકિસ્તાનમાં તેમની લોકપ્રિયતા વધી રહી હોય તો તે લોકો અહીં મત આપવા નહીં આવે.કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરેશાહે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવારનો ચહેરો જાહેર કરવો જોઈએ. ગુજરાતમાં શક્તિસિંહ કે ભરતસિંહ, મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ છે તે જાહેર કરવું જોઈએ. રાહુલ ગાંધી મંદિરે મંદિરે ફરી રહ્યા છે તે અંગે શાહે કહ્યું હતું કે, એ બહાને પણ રાહુલ ગાંધી મંદિરે તો જઈ રહ્યા છે. તેમના ઘરની નજીક જ એક મંદિર છે તેમાં તેઓ ક્યારેય ગયા કે નહીં?


જન વિકલ્પ અંગે શું કહો છો?


ગુજરાતના લોકોએ ક્યારેય કોઈ ત્રીજા વિકલ્પને સ્વીકાર્યો નથી. અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશના ભવિષ્ય પર અમિત શાહે કહ્યું હતું કે તેમનું ભવિષ્ય કોંગ્રેસ જેવું જ છે. કોંગ્રેસ પાસે કોઈ નેતા કે નીતિ નથી. ગુજરાતમાં બીજેપીના નેતૃત્વને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં શાહે કહ્યું હતું કે, એમાં કોઈ શંકા નથી કે ગુજરાતમાં બીજેપી સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં લડી રહી છે. અમને આ અંગે કોઈ શંકા નથી.


મોદી ગુજરાતમાં નથી ત્યારે ચૂંટણી જીતવી શું મુશ્કેલ છે


મોદી ગુજરાતમાં નથી ત્યારે આ ચૂંટણી કેટલી મુશ્કેલ તેવા સવાલ પર અમિત શાહે કહ્યું હતું કે, તેઓ દિલ્હી રહીને ગુજરાતનું સારી રીતે ધ્યાન રાખે છે. તેઓ દિલ્હી જ છે ઈટાલી નથી ગયા. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતો પર તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. ભાજપે ગુજરાતના લોકોને ઘણું આપ્યું છે. ગુજરાતના શાસન પહેલા ગામોમાં માત્ર આઠ કલાક વીજળી મળતી હતી. આજે દરેક ગામોમાં 24 કલાક વીજળી મળે છે. આજે ગુજરાતનું કરફ્યૂ વિહન છે. એક સમયે ગુજરાતમાં ગામોમાં પીવાના પાણી માટે ટેન્કરનો ઉપયોગ કરવો પડતો હતો. આજે સૌરાષ્ટ્ર અને કચ્છની બોર્ડર સુધી ભાજપે પાણી પહોંચાડ્યું છે.


રાહુલ સાથે અમે ચર્ચા કરવા માટે તૈયાર

કોંગ્રેસના કોઈ પણ રાજ્યની સરખામણીમાં અમે ત્રણ ગણા આગળ છીએ. આ અંગે અમે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા માટે તૈયારી છીએ. ગુજરાતમાં જેવી રીતે વિકાસ થયો છે તેના પરથી વિકાસ ગાંડો થયો છેનો નારો બુમરેંગ થશે. જીએસટી અંગે અમે તમામ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. રાહુલ કોઈ બિઝનેસ નથી કરી રહ્યા. જીએસટીને હજુ પાંચ મહિના થયા છે. અમે દર મહિના જીએસટી કાઉન્સિલની મિટિંગ કરીને સિસ્ટમમાં પરિવર્તન કરી રહ્યા છીએ.


રાહુલ પહેલા અમેઠીના લોકોની ચિંતા કરે


ગુજરાત મોડલમાં અમુક લોકોનો જ વિકાસ થાય છે તેના પર અમિત શાહે કહ્યું હતું કે આવા મુદ્દા ઉઠાવનાર લોકો જીડીપીના આંકડા ચેક કરી લે. અમેઠીમાંથી હજારો લોકો રોજગારી માટે ગુજરાત આવી રહ્યા છે, રાહુલ ગાંધી પહેલા એમની ચિંતા કરે. આઝાદીના 70 વર્ષ સુધી ત્યાં કોઈ કલેક્ટર ઓફિસ ન હતી. જ્યાં સુધી નોકરીઓનો સવાલ છે ત્યાં સુધી રાહુલ ગાંધી તેમજ સવાલ ઉભા કરી રહેલા લોકોને કહેવા માંગીશ કે 125 કરોડ લોકોને કોઈ નોકરી આપી શકે નહીં. તેમને સ્વરોજગારી આપી શકાય. અમિત શાહે યશવંત સિંહા પર કોઈ પણ ટિપ્પણ કરવાનો ઇન્કાર કર્યો હતો.

જન વિકલ્પ અંગે શું કહો છો?

ગુજરાતના લોકોએ ક્યારેય કોઈ ત્રીજા વિકલ્પને સ્વીકાર્યો નથી. અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશના ભવિષ્ય પર અમિત શાહે કહ્યું હતું કે તેમનું ભવિષ્ય કોંગ્રેસ જેવું જ છે. કોંગ્રેસ પાસે કોઈ નેતા કે નીતિ નથી. ગુજરાતમાં બીજેપીના નેતૃત્વને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં શાહે કહ્યું હતું કે, એમાં કોઈ શંકા નથી કે ગુજરાતમાં બીજેપી સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં લડી રહી છે. અમને આ અંગે કોઈ શંકા નથી.

અમે ફાઈવ સ્ટાર હોટલમાં રંગરેલિયા મનાવવા નથી જતા

અમે ફક્ત ચૂંટણી વખતે જ લોકો વચ્ચે નથી જતાં. અમે કોંગ્રેસના નેતાઓની જેમ ફાઈવ સ્ટાર હોટલમાં રંગરેલિયા મનાવવા નથી જતાં. ઉત્તર ગુજરાતમાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે કોંગ્રેસના તમામ એમએલએ બેંગલુરુની એક હોટલમાં મોજ-મજા કરી રહ્યા હતા. બીજેપી એ વખતે લોકોની સેવા કરી રહ્યું હતું.

ગુજરાતને અમેઠી વિકાસ તરફ નથી લઈ જવું

શું આ ચૂંટણી ગુજરાત વિરુદ્ધ અમેઠીની લાઈન પર લડવામાં આવશે તેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે અમે ગુજરાતને અમેઠી મોડલ તરફ નથી લઈ જવા માંગતા. અમે દરેક ઘરોમાં વિકાસનું મોડલ પહોંચાડી ચુક્યા છીએ. જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન રહ્યું ત્યાં સુધી ગુજરાતને અન્યાય થયો છે. ગુજરાતના વિકાસમાં કોંગ્રેસે રોડાં નાખ્યા છે.

ગુજરાતના લોકોએ એક સંદેશ

ભાજપની સરકાર આવી છે ત્યારથી ગુજરાતમાં વિકાસ થયો છે. ગુજરાતના વિકાસના મોડલને અમે આગળ વધારવા માંગીએ છીએ. ગુજરાતમાં ગમે ત્યાં રહેતા લોકોને પાયાની સુવિધા મળે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. 2017ની ચૂંટણીમાં લોકો અમને આશીર્વાદ આપે તે માટે હું લોકોને પ્રાર્થના કરું છું.

#AgendaGujarat
@amitshah @vijayrupanibjp https://t.co/WwxK2Uy5pa pic.twitter.com/8VKSGrg5Hvગુજરાતના લોકોને જાતિના આધારે વહેંચવાનું ષડયંત્ર


ગુજરાતમાં જેવી રીતે આંદોલનો થયા અને ત્યાર બાદ તમામ આંદોલન કરનાર લોકો જે રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે તેના પરથી રાજ્યને જાતિના આધારે વહેંચવાનું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે. ગુજરાતમાં પ્રસિદ્ધ થયેલી ખામ થિયરી અંગે શાહે કહ્યું હતું કે હવે હું નથી માનતો કે માધવસિંહની આ થિયરી ગુજરાતમાં ફરીથી કામ આવી શકે.
First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर