Home /News /election2017 /

અલ્પેશ ઠાકોરનો ભાજપને ઝાટકો, કોંગ્રેસમાં જોડાવાનું કર્યુ એલાન

અલ્પેશ ઠાકોરનો ભાજપને ઝાટકો, કોંગ્રેસમાં જોડાવાનું કર્યુ એલાન

ગુજરાતમાં ભાજપ માટે ગળાનો કાંટો બનેલાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે મહત્વનો નિર્ણય લીધો છે. તેનો આ નિર્ણય કોંગ્રેસ માટે સારા સમાચાર છે. પણ તેનો આ નિર્ણય ભાજપ માટે ભારે પડી શકે છે

ગુજરાતમાં ભાજપ માટે ગળાનો કાંટો બનેલાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે મહત્વનો નિર્ણય લીધો છે. તેનો આ નિર્ણય કોંગ્રેસ માટે સારા સમાચાર છે. પણ તેનો આ નિર્ણય ભાજપ માટે ભારે પડી શકે છે

ગુજરાતમાં ભાજપ માટે ગળાનો કાંટો બનેલાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે મહત્વનો નિર્ણય લીધો છે. તેનો આ નિર્ણય કોંગ્રેસ માટે સારા સમાચાર છે. પણ તેનો આ નિર્ણય ભાજપ માટે ભારે પડી શકે છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં શામેલ થવાનું એલાન કરી દીધુ છે. 23 ઓક્ટોબરનાં રોજ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાવવાનું એલાન કરી શકે છે. આજે શનિવારે અલ્પેશ ઠાકોરે
દિલ્હી ગયા હતા. અને કોંગ્રેસ હાઇકમાન્ડને મળીને પછી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કર્યો છે. અલ્પેશ ઠાકોરનાં જોડાવાથી 15 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર કોંગ્રેસને શું અલ્પેશ ઠાકોરનો હાથ સાથ બનશે.ઓબીસી વોટ બેંક
ગુજરાતમાં ઓબીસી સમાજની અલગ અલગ 146 જાતિઓનો સમાવેશ થાય છે. ગુજરાતની જનસંખ્યાના 54 ટકા વોટબેંક છે. આ સમુદાયની ગુજરાતની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. અલ્પેશ ઠાકોરે વિતેલા વર્ષમાં આ સમુદાયોને પોતાની સાથે જોડવામાં સફળતા મેળવી છે. જો અલ્પેશ ઠાકોર ચૂંટણી પહેલા આ સમુદાયોને પોતાની સાથે જોડી રાખવામાં સફળતા મળી તો
કોંગ્રેસ માટે આ જોડાણ ફાયદાકારક રહેશે.

સૌરાષ્ટ્રની 54 સીટો પર અલ્પેશ ઠાકોરનો સારો પ્રભાવ
ગુજરાતની 182 બેઠકો પૈકી 54 સીટો પર સૌરાષ્ટ્રમાં છે. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં શામેલ થવાથી નિશ્રિત રૂપે કોંગ્રેસને લાભ મળી શકે તેમ છે. અલ્પેશ ઠાકોર 23મી ઓક્ટોબરે કોંગ્રેસમાં વિધિવત જોડાઈ જશે. કોંગ્રેસમાંથી શંકરસિંહની વિદાય પછી પહેલી વાર એક મજબૂત વિપક્ષના રૂપમાં કોંગ્રેસ ઉભરી રહી છે. આ વખતે ગુજરાતની તસવીર બદલાતી જોવા મળી રહી છે.

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં થયેલા સામાજિક આંદોલનમાં ત્રણ નવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણીની ગુજરાતને ભેટ મળી છે. આ ત્રણેય નેતાઓ સાથે કોંગ્રેસ જોડાતા ગુજરાતમાં પહેલીવાર અભૂતપૂર્વ મજબૂતી અને એકજુથતા જોવા મળી રહી છે.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી 2017

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन