હું રાધનપુર અથવા વિરમગામમાંથી લડીશ ચૂંટણી- અલ્પેશ

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:36 PM IST
હું રાધનપુર અથવા વિરમગામમાંથી લડીશ ચૂંટણી- અલ્પેશ
હું ઓબીસી, ગરીબોના વિકાસ, દારૂબંધી કે રોજગારીની વાત કરું છું ત્યારે હું ગુજરાતની વાત કરું છું. વાવથી ગીની બેનના નામની જાહેરાત કરવા પર હાઈકમાન્ડથી મોટા થઈ ગયા હોવા અંગે પૂછાયેલા સવાલના જવાબ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, વાવમાં મેં જે વાત કરી એ ટિકિટ જાહેર કરવાની વાત ન હતી. પોતે ક્યાંથી ટિકિટ લડી રહ્યા છે
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:36 PM IST
અમદાવાદઃ  ઈટીવી અને ન્યૂઝ18ના ખાસ કાર્યક્રમ એજન્ડા ગુજરાતમાં કોંગ્રેસ તરફથી હાજર હેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાથી લઈને ઓબીસી આંદોલન વિશે ચર્ચા કરી હતી. અલ્પેશ કહ્યું હતું કે, "ઓબીસી, ગરીબોના વિકાસ, દારૂબંધી કે રોજગારીની વાત કરું છું ત્યારે હું ગુજરાતની વાત કરું છું. વાવથી ગીની બેનના નામની જાહેરાત કરવા પર હાઈકમાન્ડથી મોટા થઈ ગયા હોવા અંગે પૂછાયેલા સવાલના જવાબ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, વાવમાં મેં જે વાત કરી એ ટિકિટ જાહેર કરવાની વાત ન હતી. પોતે ક્યાંથી ટિકિટ લડી રહ્યા છે તેવા સવાલ પર અલ્પેશે કર્યું હતું કે હું રાધનપુર અથવા વિરમગામમાંથી ચૂંટણી લડીશ. મારા પિતા કોઈ ચૂંટણી નહીં લડે. મારી એવી ઈચ્છા છે કે મારા પિતા ચૂંટણી લડે, પરંતુ તેમની એવી જીદ છે કે જો પાર્ટી કહે તો તું ચૂંટણી લડે."


"બે વર્ષ અમે રસ્તા પર ઉતર્યા અમે સરકારને કહ્યું કે તે રાજ્યમાં સંપૂર્ણ દારુબંધી કરી શકે છે. પણ તેઓ નિષ્ફળ રહ્યાં. હું વિરમગામ કે રાધનપુર બંને માંથી એક જગ્યાએ ઇલેક્શન લડીશ. પહેલાં વાત હતી કે અહીંથી તેમનાં પિતા ઇલેક્શન લડશે. પણ આખી વાતનો અલ્પેશ ઠાકોરેરદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે હું અને મારા પિતા એક સાથે ઇલેક્શનમાં નહીં ઝંપલાવીયે. હું ઇલેક્શનમાં ઉતરું છું તો મારા પિતા નહીં ઉતરે. તે વાત સ્પષ્ટ છે."First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर