એજન્ડા ગુજરાત: BJP 150+ બેઠક જીતશે- શાહ અને રૂપાણીનો દાવો

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:58 PM IST
એજન્ડા ગુજરાત: BJP 150+ બેઠક જીતશે- શાહ અને રૂપાણીનો દાવો
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:58 PM IST
અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ-કોંગ્રેસ તેમજ જન વિકલ્પના દિગ્ગજ નેતાઓએ એક મંચ પર  આવીને ગુજરાતના ચૂંટણી એજન્ડા અંગે ચર્ચા કરી.  ન્યૂઝ 18 નેટવર્ક અને ઈટીવી દ્વારા આયોજીત ખાસ કાર્યક્રમ એજન્ડા ગુજરાતમાં ભાજપ તરફથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સ્વાસ્થ્ય મંત્રી શંકર ચૌધરી હાજર રહ્યા. કોંગ્રેસ તરફથી દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલ અને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર હાજર રહ્ચા. જન વિકલ્પ નામે ત્રીજો મોરચો ખોલનાર શંકરસિંહે પણ પોતાની આગવી છટામાં સવાલોના જવાબ આપ્યા.

અમિત શાહ સાથે સીધી વાત

- GST-નોટબંધીથી ગુજરાતને ચોક્કસ ફાયદો થશે
- ભાજપે 24 કલાક વીજળી, સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પાણી પહોંચાડ્યું

- વિકાસ મુદ્દે રાહુલ ગાંધી સાથે અમે ચર્ચા કરવા માટે તૈયાર
- કોંગ્રેસનો વિકાસ ગાંડો થયો છેનો નારો બુમરેંગ થશે
- ગુજરાતની પ્રજાએ ક્યારેય ત્રીજો વિકલ્પ સ્વીકાર્યો નથી
- રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત ચૂંટણી લડશે
- અમે ફાઈવ સ્ટાર હોટલોમાં રંગરેલિયા મનાવવા નથી જતા
- ઉત્તર ગુજરાત ડૂબી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ફાઈવ સ્ટાર હોટલોમાં મજા કરી રહ્યા હતા
- અમે પ્રચંડ બહુમતિ સાથે 150થી વધુ બેઠકો સાથે ચૂંટણી જીતીશું
-  હાર્દિકની સરદાર સાથે સરખામણી એ સરદારનું સૌથી મોટું અપમાન

રૂપાણી સાથે સીધી વાત

- ભાજપ 150+ બેઠકથી ચૂંટણી જીતશે, 3/4 બહુમત મળશે
- ગુજરાતના લોકો જાણે છે કે રાહુલ કેમ મંદિરે મંદિરે ફરી રહ્યા છે
- હાર્દિક, અલ્પેશ અને મેવાણીનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત
- રાહુલ ચૂંટણીના બહાને પણ મંદિરે ગયા તેની ખુશી છે
- વિકાસ નહીં ખરેખર કોંગ્રેસ પાગલ થઈ ગઈ છે
- એ લોકો માટે વિકાસ મજાક છે, અમારા માટે મિજાજ
- નર્મદા કેનાલોનું બાકીનું કામ દોઢ વર્ષમાં પુરુ થઈ જશે
- દિલ્હીમાં જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર બની છે ત્યારે ગુજરાતને અન્યાય થયો છે
- ગબ્બર સિંહ ટેક્સ જેવા રાહુલના નિવેદનથી અમને કોઈ ફર્ક નથી પડતો
- રાજકોટ(પ)ની બેઠક ભાજપ જ જીતશેશંકરસિંહ સાથે  સીધી વાત

- રાજ્યના લોકો સાથે મારો સીધો સંવાદ
- ગુજરાતના લોહીમાં વિકાસ છે
- અમે ધોષણાપત્ર બહાર નહીં પાડીએ
- મેં કોંગ્રેસને અને કોંગ્રેસે મને ઘણું આપ્યું છે
- ક્યારેય સીએમની દાવેદારી નથી કરી
- ભાજપ-કોંગ્રેસ સામે વ્યક્તિગત આક્ષેપો નહીં કરું
- કોંગ્રેસ ભાજપમાં આંતરિક વિખવાદ

નીતિન પટેલ સાથે સીધી વાત

- સરદાર પટેલને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કોંગ્રેસ ન સ્વીકાર્યો
- રાજીવ, ઇન્દિરાના અવસાન બાદ ભારત રત્ન એવોર્ડ આપાયો
- સરદારના મોતના ચાર દાયકા બાદ પણ એવોર્ડ ન અપાયો
- નેહરુએ સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય અટકાવ્યું હતું
- સેક્સ સીડી બાદ હાર્દિકનું સમર્થન કરવું એ કોંગ્રેસની રાજકીય મજબૂરી
- હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ કોંગ્રેસનાં વેન્ટિલેટર
- ગુજરાતને શરમમાં મૂકનાર વ્યક્તિને સરદાર સાથે સરખાવવો એ શક્તિસિંહની મજબૂરી
- હાર્દિકની સરદાર સાથે સરખામણી કરી શક્તિસિંહે આખા ગુજરાતનું અપમાન કર્યું
- શક્તિસિંહે ગુજરાત આખાની માફી માંગવી જોઈએ

પ્રદીપસિંહ જાડેજા સાથે સીધી વાત

- હાર્દિકના વિવિધ પ્રશ્નો અંગે કમિટિ બનાવી તમામ પ્રશ્નોનું સમાધાન લવાયું
- રાજકીય એજન્ટ બનવું છે એવા લોકો આંદોલન ચાલુ રાખી રહ્યા છે
- રાહુલગાંધી જ્યાં જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારી છે
- રાહુલગાંધી બનાસકાંઠામાં ફર્યા છે એટલે અમે તમામ 9 બેઠકો જીતીશું
- રાહુલગાંધી બનાસકાંઠામાં ફર્યા એ માટે તેમનો ખૂબ ખૂબ આભાર
- ન જાતિવાત ન પ્રાંત વાદ ફક્ત રાષ્ટ્રવાદ અમારો મુદ્દો રહ્યો છે
- અમે વિકાસના મુદ્દા પર અત્યાર સુધી ચૂંટણી જીતી છે
- ગુજરાતની અસ્મિતાને ઝાખપ લાગે એવું કોઈ આંદોલન ગુજરાતમાં થયું નથી
- ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા આવી
- આંદોલનોથી ગુજરાતની શાંતિને કોઈ જોખમ નથી

સિદ્ધાર્થ પટેલ સાથે સીધી વાત

ગુજરાતમાં દેશમાં ક્યાંય ન હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. તમામ સમાજ, જેવા કે પાટીદાર, દલિત, આદિવાસી, ઓબીસી પોતાના અધિકારીની માંગણી સાથે રસ્તા પર આવી ગયા છે.
- ગુજરાતમાં નાના અને મધ્યમ વર્ગના લોકોને અનેક સમષ્યા છે
- 40 હજાર કિલોમીટર નર્મદા નહેરનું કામ હજી બાકી છે
- ત્રણ લાખ હેક્ટરથી વધારે જમીનમાં આજે પણ પાણી નથી મળી રહ્યું
- ગુજરાતમાં કોંગ્રેસ 22 વર્ષથી સત્તા પર નથી તો અમારી જવાબદારી નથી કે લોકોને હિસાબ આપે
- ભાજપે કામ કર્યું હોત તો ઓબીસી અને પાટીદારોએ રસ્તા પર ન આવવું પડતું  કામ થવું જોઈતું હતું એ નથી થયું
- ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સબસિડીમાંથી 99% મોટા ઉદ્યોગોને આપવામાં આવી
- શક્ય હોય એટલી મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફથી મહિલાઓને ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવશે

અલ્પેશ ઠાકોર સાથે સીધી વાત

- હું ઓબીસી, ગરીબોના વિકાસ, દારૂબંધી કે રોજગારીની વાત કરું છું ત્યારે હું ગુજરાતની વાત કરું છું
- હું રાધનપુર અથવા વિરમગામમાંથી ચૂંટણી લડીશ. મારા પિતા કોઈ ચૂંટણી નહીં લડે. મારી એવી ઈચ્છા છે કે મારા પિતા ચૂંટણી લડે, પરંતુ તેમની એવી જીદ છે કે જો પાર્ટી કહે તો તું ચૂંટણી લડે

મણિયારા રાસ સાથે કાર્યક્રમની શરૂઆત

મણિયારા રાસ સાથે ગુજરાત એજન્ડા કાર્યક્રમની શરૂઆત થઈ હતી. મણિયારો રાસ એ સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મહેર કે મેર લોકોનો આ પરંપરાગત રાસ છે. આ રાસ ફક્ત પુરુષો જ રમે છે. ગુજરાતમાં પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં હોળી, સાતમ-આઠમ, નવરાત્રી જેવા ધાર્મિક અને સામાજીક પ્રસંગોએ આ રાસ રમવામાં આવે છે. આ રાસમાં પુરુષો સફેદ કેડિયું પહેરીને રમે છે. આ રાસ દાંડિયા સાથે અને દાંડિયા વગર પણ રમવામાં આવે છે. આ રાસને શૌર્યનો રાસ કહેવામાં આવે છે આથી તેને રમવા માટે ખૂબ સ્ફૂર્તિની જરૂર રહે છે.
First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर