Home /News /election2017 /

બ્લેક મની ડે: Big B સહિત 714 ભારતીયોએ વિદેશોમાં કર્યું રોકાણ, પૈરાડાઈઝ પેપર્સમાં પર્દાફાશ

બ્લેક મની ડે: Big B સહિત 714 ભારતીયોએ વિદેશોમાં કર્યું રોકાણ, પૈરાડાઈઝ પેપર્સમાં પર્દાફાશ

બ્લેક મની ડે મનાવવા અગાઉ જ ભારતમાં મોટો ભૂંકપ સર્જાયો છે. જર્મનીનાં ન્યુઝ પેપર જીટોયચે સાઇટુંગનાં અહેવાલથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. આ જ ન્યૂઝ પેપરે 18 મહિના પહેલાં પનામા પેપર લિકનો અહેવાલ પ્રદર્શિત કર્યો હતો

બ્લેક મની ડે મનાવવા અગાઉ જ ભારતમાં મોટો ભૂંકપ સર્જાયો છે. જર્મનીનાં ન્યુઝ પેપર જીટોયચે સાઇટુંગનાં અહેવાલથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. આ જ ન્યૂઝ પેપરે 18 મહિના પહેલાં પનામા પેપર લિકનો અહેવાલ પ્રદર્શિત કર્યો હતો

8 નવેમ્બરનાં,2016 રોજ પ્રધાનમંત્રી મોદીએ નોટબંધીની જાહેરાત કરી રૂપિયા 500 અને 1000ની નોટો રાતોરાત રદ કરવામાં આવી. આ વાતને એક વર્ષ પૂર્ણ થતા બ્લેક મની ડે મનાવવા અગાઉ જ ભારતમાં મોટો ભૂંકપ સર્જાયો છે. જર્મનીનાં ન્યુઝ પેપર જીટોયચે સાઇટુંગનાં અહેવાલથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. આ જ ન્યૂઝ પેપરે 18 મહિના પહેલાં પનામા પેપર લિકનો અહેવાલ પ્રદર્શિત કર્યો હતો.અને હવે તેઓ પેરેડાઇઝ પેપર્સ નામનાં દસ્તાવેજ લઇને આવ્યાં છે. જેમાં 1.34 કરોડ દસ્તાવેજનો સમાવેશ થાય છે. આ પેપર્સમાં ઘોટાળા કરતી ફર્મ્સ અને કંપનીઓને ખુલ્લી પાડવામાં આવી છે. આ પેઢીઓ અને કંપનીઓ દુનિયાભરનાં પૈસાદાર અને વગદાર લોકોની છુપી સંપત્તિને વિદેશમાં મોકલવામાં મદદ કરે છે. આ કૌભાંડમાં કેલાંયે ભારતીય નેતાઓ, એક્ટર્સ અને બિઝનેસમેનનાં નામ પણ શામેલ છે.

સોર્સિસની માનીયે તો, આ લિસ્ટમાં 714 ભારતીયોનાં નામ સામે આવ્યાં છે અને વિશ્વભરના 180 દેશોની સંડોવણી છે. યાદીમાં ભારતનું સ્થાન 19મું છે. દસ્તાવેજોમાં મોટા ભાગે બર્મુડાની લિગલ પેઢી એપલબોયના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. 119 વર્ષ જૂની આ પેઢી વિદેશમાં કંપનીઓની સ્થાપના કરે છે અને તેના બેન્ક એકાઉન્ટની લેવડદેવડ સંભાળે છે.

એપલબોયનો બીજો સૌથી મોટો અસીલ એક ભારતીય કંપની છે. આ ભારતીય કંપની વિશ્વભરમાં 118 સહયોગી કંપની ધરાવે છે. એપબોયના ભારતીય અસીલો કેટલીક કંપનીઓ પણ છે, જે અનેકવાર ઈડી અને સીબીઆઈની ઝપટમાં આવેલી છે.
કોનાં કોનાં નામ આવ્યા સામે ?
કેન્દ્રના નાગરિક ઉડ્ડયનપ્રધાન જયંતસિંહા અને બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના નામનો પણ પેરેડાઈઝ પેપરકાંડમાં સમાવેશ થાય છે. યાદી મુજબ  અમિતાભ બચ્ચન બર્મુડાની એક કંપનીના શેર ધરાવે છે. કેન્દ્રીયપ્રધાન જયંતસિંહા રાજકારણમાં આવ્યા તે અગાઉ ઓમિડ્યાર નેટવર્કમાં ભાગીદાર હોવાનું પેરેડાઈઝ પેપર્સમાં ખુલ્યું છે.  ભાજપના રાજ્યસભાના સાંસદ આર.કે.સિંહાની કંપની એસઆઈએસ સિક્યોરિટીઝનો નામ પણ પેરેડાઈઝ પેપર્સમાં છે. આ જ પેપર્સમાં અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું પણ નામ છે. જોકે તેનો સમાવેશ જૂના નામ દિલનશી સાથે કરાયેલો છે.

સામે આવ્યા આ કોર્પોરેટ્સ હાઉસનાં નામ
GMR ગ્રુપ, અપોલો ટાયર્સ, હેવેલ્સ, હિંદૂજા ગ્રુપ, એમ્માર MGF, વિડિયોકોન, હીરાનંદાની ગ્રુપ, DS કન્સ્ટ્રક્શન, યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ ઇન્ડિયા અને ડિએગોનાં દસ્તાવેજ લિક થયા છે.

આપને જણાવી દઇએ કે પેરાડાઇઝ પેપર અને અન્ય દસ્તાવેજ હજુ સુધી રિલીઝ થવાનાં બાકી છે. માનવામાં આવે છે કે, તેમાં કોઇ જાણીતા અમિર અને તાકતવર લોકોનાં નામ સામે આવે છે.
એલિઝાબેથ-2, ડોલાન્ડ ટ્રમ્પ અને પૂતિનનાં જમાઇનું પણ નામ
પેરેડાઈઝ પેપર્સમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અબજોપતિ વેપારપ્રધાન વિલબર રોસ અને રશિયા સાથેના સંબંધ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના મુખ્ય ફંડરેઝરની ગુપ્ત લેવડદેવડ, ટ્વિટર અને ફેસબુકમાં રશિયન કંપનીઓના રોકાણ, ઈગ્લેન્ડના રાણી એલિઝાબેથ-2ના મેડિકલ અને કન્ઝયુમર લોન કપંનીઓમાં રોકાણ જેવી બાબતોનો પણ ઘટસ્ફોટ કરાયો છે.
First published:

Tags: Amitabh Bacchan, Panama papers, Paradise papers, કાળુ નાણું, ભ્રષ્ટાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन