Home /News /election2017 /

રાહુલ સામે ખુબ મોટો પડકાર, કોંગ્રેસ પાસે લોકસભામાં 543માંથી માત્ર 8 ટકા જ બેઠકો

રાહુલ સામે ખુબ મોટો પડકાર, કોંગ્રેસ પાસે લોકસભામાં 543માંથી માત્ર 8 ટકા જ બેઠકો

રાહુલ 2014 લોકોસભા ચૂંટણી બાદથી કોંગ્રેસની હિન્દુ વિરોધી છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે...

રાહુલ 2014 લોકોસભા ચૂંટણી બાદથી કોંગ્રેસની હિન્દુ વિરોધી છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે...

રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનવા જઈ રહ્યાં છે, ત્યારે રાહુલ સામે ખુબ મોટો પડકાર છે. રાહુલ એવા સમયે પાર્ટીની કમાન સંભાળવા જઈ રહ્યાં છે જ્યારે કોંગ્રેસ પાસે લોકસભામાં 543માંથી માત્ર 8 ટકા જ બેઠકો છે.

2019નું ઈલેક્શન અને 12 રાજ્યોની ચૂંટણી
કોંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલને પીએમ કેન્ડિડેટ તરીક મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટી રાહુલને અધ્યક્ષ બનાવી સંગઠન અને કાર્યકર્તાઓમાં જોશ ભરવા ઈચ્છે છે. 2019ની ચૂંટણી પહેલા 12 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. એવામાં કોંગ્રેસ રાહુલ દ્વારા તૈયારી કરવા ઈચ્છી રહી છે.

યુનિટ્સને મજબૂત કરવાનો પડકાર
સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક સમયથી સારૂ નથી. કોંગ્રેસ, રાહુલ દ્વારા સ્ટેટ યુનિટ્સને મજબુત કરવા ઈચ્છે છે. રાહુલના આવવાથી કોંગ્રેમાં અનેક પરિવર્તન આવી શકે છે. રાહુલ લાંબા સમયથી નવી ટીમ બનાવવામાં લાગ્યા છે. અનેક જુના નેતાઓ તેનો વિરોધ પણ કરી ચુક્યા છે. અધ્યક્ષ બન્યા બાદ રાહુલ તમામ નિર્ણયો પોતે લઈ શકશે. તેઓ કોંગ્રેસ કાર્ય સમિતિમાં પણ ફેરફાર કરી શકે છે.

હિન્દુ વિરોધી છબી બદલવાની કવાયત
રાહુલ 2014 લોકોસભા ચૂંટણી બાદથી કોંગ્રેસની હિન્દુ વિરોધી છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ કોંગ્રેસ પરથી મુસ્લિમ તૃષ્ટીકરણ અને બહુસંખ્યકોની ઉપેક્ષાનું લેબલ હટાવવામાં લાગ્યા છે. રાહુલે શરૂઆત 2014માં ઉત્તરાખંડથી કરી હતી. જ્યારે તે કેદારનાથના દર્શન માટે પહોચ્યા હતા. જે બાદથી તેઓ જે રાજ્યમાં ચૂંટણી રેલી કરે છે ત્યાંના મંદિરોમાં દર્શન પૂજા અવશ્ય કરે છે. ઉલ્લેખનિય છે કે રાહુલ ગુજરાતમાં અત્યારસુધી 26 વાર મંદિર જઈ ચુક્યા છે. તેઓ પોતાને શિવભક્ત, જનેઉધારી બ્રાહ્મણ ગણાવે છે. તેઓ ગુજરાતમાં જય સરદાર, જય ભવાનીના નારા પણ લગાવી ચુક્યા છે.
First published:

Tags: Assembly Election2017, Gujarat Election 2017, કોંગ્રેસ, રાહુલ ગાંધી

આગામી સમાચાર