Home /News /election2017 /ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 977 ઉમેદવારો મેદાનમાં, 12.37 લાખ યુવા મતદારો

ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 977 ઉમેદવારો મેદાનમાં, 12.37 લાખ યુવા મતદારો

ચૂંટણી પંચે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે 4.35 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કરશે. જેમાં 18થી 19 વર્ષના 12.37 લાખ યુવા મતદારો પ્રથમ વખત પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણી પંચે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે 4.35 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કરશે. જેમાં 18થી 19 વર્ષના 12.37 લાખ યુવા મતદારો પ્રથમ વખત પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે.

    ગુજરાતમાં 9મી ડિસેમ્બરના રોજ યોજનાર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 977 ઉમેદવારો મેદાનમાં ઉતરશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી. ચૂંટણી પંચે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે 4.35 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કરશે. જેમાં 18થી 19 વર્ષના 12.37 લાખ યુવા મતદારો પ્રથમ વખત પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. પંચે એક રસપ્રદ માહિતી એ પણ આપી હતી કે ગુજરાતમાં 100થી વધારે ઉંમર ધરાવતા 7,670 મતદાતાઓ નોંધાયેલા છે.

    ચૂંટણી પંચે આપેલા રસપ્રદ આંકડાઓ

    - રાજ્યમાં કુલ 4.35 કરોડ મતદારો
    - 18થી19 વર્ષની વયના 12.37 લાખ મતદારો
    - 20થી 29 વર્ષના 1.01 કરોડ
    - 30થી 39 વર્ષના 1.12 કરોડ
    - 40થી 49 વર્ષના 84 લાખ
    - 50થી 59 વર્ષના 62 લાખ
    - 60થી 69 વર્ષના 36.78 લાખ
    - 70થી 79 વર્ષના 18.54 લાખ
    - 80થી 89 વર્ષના 5.43 લાખ
    - 90થી 99 વર્ષના 75 હજાર
    - જ્યારે 100 વર્ષથી વધુના 7,670 મતદારો છે
    - 18 વર્ષ થી 39 વર્ષના મતદારો 51.92%
    - 18 થી 19 વય જૂથના 12,37,606 મતદારો પ્રથમ વખત મતદાન કરશે
    - 20 થી 29 વય જૂથના 1 કરોડ મતદારો મતદાન કરશે
    - પોલીસ માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઇ

    26,942 દારૂના કેસ નોંઘાયા

    - 21, 829 લોકો સામે દારૂ અંગેના કેસ નોંધાયા
    - 44 કરોડથી વધુનો દેશી-વિદેશી દારૂ વાહન સાથે ઝડપાયો
    - સીઆરપીસી એક્ટ હેઠળ 1,39,084 લોકોની અટકાયત કરાઈ
    - 49,657 લોકો સામે બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કરાયા
    - 5,275 લોકો સામે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કરાશે
    - 12 કરોડ 70 લાખ વાહન ચાલકો પાસેથી દંડ વસુલાયો
    - 61 ગેર કાયદેસર હથિયારો જપ્ત કરાયા
    - બોર્ડર પર 87 પોસ્ટ અને જિલ્લા સ્તરે 773 નાકાઓ કાર્યરત
    First published:

    Tags: Assembly election 2017, Election commission of india, Gujarat Election 2017

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો