કચ્છ કોંગ્રેસને મોટો ઝાટકો: 4000 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા

  • Share this:
કચ્છ અને ભૂજનાં ઘણાં ગામડાઓમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કારણ કે કોંગ્રેસનાં એક સાથે 4000થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. ભૂજનાં મોખાણા ગામનાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ આ નિર્ણય લીધો છે. વાસણ આહીરરના ગામ રતનાલનાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસીઓને ભારે આંચકો લાગ્યો છે.

Alpesh Thakor virodh

અમદાવાદમાં અલ્પેશનો વિરોધ
તો બીજી તરફ અમદાવાદનાં નિકોલમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ થઇ રહ્યો છે. રાધનપુરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ મળતા અલ્પેશ ઠાકોરનાં જ સમાજનાં લોકોએ તેનો વિરોધ કર્યો છે. અલ્પેશને ટિકીટ અપાતા અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં તેનો  વિરોધ કરતાં  ઉગ્ર  દેખાવ કર્યા હતાં. તેમનું કહેવું છે કે, અલ્પેશ જ્યારે એક સમયે એવું કેહતો હતો કે તે ફક્ત સમાજનાં હિત માટે લડે છે અને તે ક્યારેય ચૂંટણી નહીં લડે.. તો પછી તે તેની વાત પરથી કેમ ફરી ગયો.

એટલું જ નહીં  ઠાકોર સમાજનાં લોકોનાં વિરોધમાં કોંગ્રેસીઓ પણ જોડાઇ ગયા હતાં. તેમણે પણ અલ્પેશનો  વિરોધ કરતાં  રાજીનામા આપવાની પણ ચિમકી આપી છે. અને આ સાથે જ તેમણે અલ્પેશ ઠાકોરને ટિકીટ ન આપવી જોઇએ તેવી પણ રજુઆત કરી છે.
First published: