અ'વાદમાં ક્યાં મળે છે 19 પ્રકારની ખિચડી, એક ક્લિક પર જાણી લો તમે પણ

Network18 | News18 Gujarati
Updated: November 6, 2017, 12:34 PM IST
અ'વાદમાં ક્યાં મળે છે 19 પ્રકારની ખિચડી, એક ક્લિક પર જાણી લો તમે પણ
પચવામાં સરળ, દેશી ખોરાક અને નાના-મોટા સૌને ભાવે તેવી ખિચડી. હાલમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. અને તેનું કારણ પણ છે. હાલમાં ચર્ચા છે કે ખિચડીને રાષ્ટ્રિય ખોરાક જાહેર કરી દઇએ
Network18 | News18 Gujarati
Updated: November 6, 2017, 12:34 PM IST
પચવામાં સરળ, દેશી ખોરાક અને નાના-મોટા સૌને ભાવે તેવી ખિચડી. હાલમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. અને તેનું કારણ પણ છે. હાલમાં ચર્ચા છે કે ખિચડીને રાષ્ટ્રિય ખોરાક જાહેર કરી દઇએ.ત્યારે અમદાવાદનાં પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલી એવી જ એક ખિચડી etc હોટલની આપને મુલાકાત કરાવીએ જ્યાં 19 પ્રકારની ખિચડી મળે છે. અહીં ખિચડી સિવાય અન્ય કોઇ વસ્તુ મળતી નથી.

રજવાડી અને દેશી ખિચડી ઉપરાંત અહીં પાલક કોર્ન ખિચડી,  હેલ્થ કોન્શિયન્સ માટે બાજરા મગની ખિચડી તો ઇન્ટરનેશનલ ટેસ્ટ ખિચડીમાં માણવા માંગતા હોવ તો મેક્સિકન ખિચડી અને થાઇ ખિચડી પણ તમે માણી શકો છો. તો નાના બાળકોને ભાવે તે માટે ચિઝ મસાલા ખિચડી પણ છે.

આ નિર્દોષ ફૂડ સમગ્ર દેશમાં લોકપ્રિય ખોરાક છે. આ પસંદિદા ખોરાક જો માણવા માંગતા હોવ તો અમદાવાદનાં પ્રહલાદ નગર ગાર્ડન પાસે તમે Khichdi etc હોટલમાં માણી શકો છો.
First published: November 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर