Home /News /election2015 /

મોરબીઃ ભાજપે ડરાવી ઉમેદવારી પરત ખેચાવી, કોંગ્રેસના આક્ષેપથી ખળભળાટ

મોરબીઃ ભાજપે ડરાવી ઉમેદવારી પરત ખેચાવી, કોંગ્રેસના આક્ષેપથી ખળભળાટ

મોરબીઃ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવી ચુકી છે અને મતદાનને આડે હવે માંડ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે છેલ્લા દિવસે રાજકીય પક્ષો દ્વારા અનેક નુખસાઓ અજમાવીને વિરોધીઓને માત આપવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મોરબીઃ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવી ચુકી છે અને મતદાનને આડે હવે માંડ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે છેલ્લા દિવસે રાજકીય પક્ષો દ્વારા અનેક નુખસાઓ અજમાવીને વિરોધીઓને માત આપવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મોરબીઃ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવી ચુકી છે અને મતદાનને આડે હવે
માંડ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની
ચુંટણીના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે છેલ્લા દિવસે રાજકીય પક્ષો
દ્વારા અનેક નુખસાઓ અજમાવીને વિરોધીઓને માત આપવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

mor cong form1

જેમાં આજે મોરબીના કોંગ્રેસના મહિલા ઉમેદવારે પાલિકાની બેઠક માટે ભરેલું ફોર્મ પરેત ખેંચી લીધું હતું પરંતુ કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં
આવી રહ્યા છે કે મહિલા ઉમેદવારને ડરાવી ધમકાવીને તેમજ ગઈકાલે તેનું ગોંધી રાખ્યા બાદ આજે દબાણપૂર્વક તેનું ફોર્મ પરત ખેંચાવવા ભાજપ
દ્વારા ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું .

અને સૌથી ચોકાવનારી બાબત એ છે કે આ કોંગ્રેસના મહિલા ઉમેદવાર સગર્ભા છે જેને આ રીતે ગોંધી રાખીને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે ત્યારે ક્યાં ભાજપે દાદાગીરી કરીને કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવા માટે મજબુર કર્યા અને કોંગી કાર્યકરોમાં કેવો આક્રોશ જોવા
મળી રહ્યો છે. જોકે આ મુદે ફોર્મ પરત ખેચનાર ઉમેદવાર કેમરા સામે કઈ પણ
કેહવાનું ટાળ્યું હતું.

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ના કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન
પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જેને ફોર્મ પરત ખેંચવા માટેનું દબાણ
કરવા માટે ભાજપના ગુંડાઓએ ભારતીબેન પરમારનું ગઈકાલે તેને ગોંધી રાખી હતી એટલું જ નહિ પરંતુ આજે સવારે પણ સેવા સદન ખાતે ધારાસભ્ય ની નિગરાનીમાં તેને રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી અને ધાકધમકી આપીને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

તેમજ ભાજપ પર આકરાપ્રહારો કરીને કોંગી અગ્રણીઓ આ ઘટનાને વખોડી કાઢીને લોકશાહીનું ખૂન કર્યાનું પણ જણાવી રહ્યા છે.આજે સેવા સદન ખાતે આ મામલો ગરમાય ગયો હતો અને કોંગી કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા તો કાર્યકરોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો.

કોંગ્રેસના મહિલા ઉમેદવારને ગુમ કરીને તેના પર દબાણ લાવીને ફોર્મ પરત ખેંચાવવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલે મોરબીના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે મુદાનો અભાવ છે. અને ભાજપ પર આક્ષેપો કરવા સિવાય કોઈ કામ બચ્યું નથી. પરંતુ પ્રજાને ભરમાવવામાં કોંગ્રેસ સફળ રહેશે નહિ.લોકો બધું જ જાણે છે. અને કોંગ્રેસને ૨૯ તારીખના જવાબ મળી જશે. તેમ પણ જણાવ્યું હતું.

આ મામલે હાલ તો આક્ષેપ-પ્રતિ આક્ષેપનો દોર ચાલુ થઈ ગયો છે અને આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ આ મામલે ચુંટણી પંચ સહીત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવાની વાત કરે છે તો આક્ષેપોને ભાજપ સીધો જ રદિયો આપી રહ્યું છે. હજુ તો આજે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે.પરંતુ ચુંટણી સુધીમાં આવો સિલસિલો ચાલુ જ રહેશે તેમ લાગી રહ્યું છે.હાલ તો ભાજપની આ કરતુતને પગલે કોંગી કાર્યકરો રોષે ભરાયા છે અને સેવા સદન ખાતે સુત્રોચ્ચાર પણ જોવા મળ્યા હતા
First published:

Tags: આક્ષેપ, ઉમેદવાર, કોંગ્રેસ, ભાજપ, સ્થાનિક સ્વરાજ ચૂંટણી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन