પ્રેમ સંબંધમાં વિશ્વાસ (Trust in Relationship) સૌથી મહત્વની જ નહીં પરંતુ પ્રાથમિક જરૂરિયાત હોય છે. જો તમે એકબીજા પર વિશ્વાસ કરી શકતા નથી અથવા એકબીજાને દગો આપો છો તો તમારો સંબંધ સમય જતા તૂટવાના આરે આવી જાય છે. ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે બીજાનો ઉપયોગ કરવો અથવા છેતરપિંડી (Cheat) કરે છે. આજે અમે તમને એ રાશિઓ વિશે જણાવશું, જેના જાતકો પર તમારે સમજી વિચારીને ભરોસો (zodiac signs more likely to cheat) કરવો જોઇએ.
મીન
મીન રાશિના જાતકો જેટલા સારા પ્રેમી હોય છે તેટલા જ વધુ પડતા લાગણીશીલ અને મૂડી હોય છે. તેઓ તેમના મન મુજબ કામ કરવા ટેવાયેલા હોય છે અને તમારી સાથે છેતરપિંડી કરી પણ શકે છે. જો તમે તેને છોડીને કોઇ જગ્યાએ આનંદ માણશો કે એન્જોય કરશો તો તે તમારા પર ગુસ્સો કરી દેશે.
મિથુન
મિથુન રાશિના લોકો કોઈની સાથે છેતરપિંડી કરે તેવી સંભાવનામાં બીજા ક્રમે છે. તેઓ સંબંધમાં આવેગજન્ય અને સેલ્ફીશ હોય છે અને જો તમે તેનો સ્વાર્થ નહીં પૂર્ણ કરી શકો તો તેઓ હંમેશા પોતાના માટે અન્ય વિકલ્પ તૈયાર રાખશે. તેઓ પોતાના મનના ધાર્યા પર જ કામ કરે છે.
તુલા
તુલા રાશિના લોકો સોશ્યલ બટરફ્લાય હોય છે, કારણ કે તેઓ ફક્ત ફ્લર્ટ કરવાનું પસંદ કરે છે! જોકે તેઓ કેટલીકવાર નાદાનીમાં તેમ કરે છે. પરંતુ તેઓ તમને ગમે ત્યારે છોડીને જઇ શકે છે.
મેષ
મેષ રાશિના લોકો તીવ્ર અને જુસ્સાદાર સ્વભાવના હોય છે, તેઓ ખૂબ આવેગજન્ય પણ હોય છે. જો તેમને કશુંક જોઈતું હોય, તો તે મેળવવા માટે તેઓ પોતાનાથી પુરતું બધું જ કરશે. જો તેઓ કોઈ વ્યક્તિ પર નજર નાખે, તો તેઓ ચેનચાળા કરશે અને તે વ્યક્તિને લલચાવવા માટે તેમના વર્તમાન જીવનસાથીને પણ છેતરતા ખચકાટ નહીં અનુભવે.
સિંહ
સિંહ રાશિના જાતકોને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવું ગમે છે. તેઓ આત્મવિશ્વાસુ, જિદ્દી, ડ્રામેબાઝ હોય છે, તેઓ તમારું ધ્યાન પોતાની તરફ પાછું ખેંચવા માટે કંઈ પણ કરશે. જો સિંહ રાશિના જાતકોને લાગે કે તમે તેમને હળવાશથી લઈ રહ્યા છો, તો તેઓ તમને નુકસાન પહોંચાડી શકે એવું કંઈક કરવાથી ડરશે નહીં.
કુંભ
કુંભ રાશિના જાતકો ભાવનાત્મક રીતે દગો કરી શકે છે અને તેઓ આદર્શવાદી પણ હોય છે. તેઓના સ્ટાન્ડર્ડ ખૂબ હાઇ હોય છે અને જો તમે તેમની ઇચ્છાને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાઓ છો તો તેઓના જીવનમાં સંભવત: તમારી જગ્યાએ કોઈક એવી વ્યક્તિ આવશે જે તેમની ઇચ્છાને પૂર્ણ કરી શકે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો મનોરંજક-પ્રેમાળ અને સમર્પિત જીવનસાથી હોય છે. જો તમે તેમને તેઓ જે આદર અને પ્રેમ આપે છે તે જ આદર અને પ્રેમ તો તેઓ તમને ક્યારેય નહીં છોડે. પરંતુ, જો તેમને ખબર પડે કે તમે તેમને મજાકમાં લઈ રહ્યા છો અથવા તમે બેવફા છો, તો તેઓ બદલો લેવામાં પણ સંકોચ કરશે નહીં.
મકર રાશિના જાતકો પોતાના સંબંધોને લઈને ઉત્સાહી હોય છે. તેઓ તેમની જરૂરિયાતોને પૂર્ણ કરનાર કોઈ વ્યક્તિને ગુમાવવાનું જોખમ લેશે નહીં. તેઓ જીવનસાથીમાં વિશિષ્ટ લક્ષણો શોધે છે, જેમ કે મહેનતુ, પ્રેમાળ અને સહાયક. જો તેઓને તેવું કોઇ મળે છે, તો તેને ક્યારેય ન ગુમાવવા સતત પ્રયાસો કરશે.
ધન
ધન રાશિના લોકો પ્રામાણિક, સ્ફૂર્તિલા અને મનોરંજક લોકો હોય છે. તેઓ તેમની જરૂરિયાતો અને લાગણીઓ બાબતે ખૂબ પ્રામાણિક હોય છે. તેઓ શરૂઆતથી જ સંબંધ વિશેની તેમની અપેક્ષાઓને દૂર કરશે અને જો તેઓ અન્ય લોકો સાથે સંબંધમાં હશે તો તેઓ તમને પહેલા જાણ કરશે.
કન્યા
કન્યા રાશિના જાતકો દયાળુ અને સાચા લોકો હોય છે. તેઓ ખૂબ જ સહજ હોય છે અને સાચું બોલવામાં માને છે. જો તેમને લાગે છે કે સંબંધનો મતલબ નથી તો તેઓ તમારી સાથે છેતરપિંડી કરવાને બદલે તમને સ્પષ્ટપણે કહેશે.
આ રાશિને સ્થિરતા ગમે છે, તેઓ વિશ્વાસપાત્ર અને જિદ્દી હોય છે. જો તેઓ ઇચ્છે છે કે કોઈની સાથે બરાબર ચાલે તેમ છે તો તેઓ તેને મેળવવા માટે પોતાના તમામ પ્રયાસો કરશે. તેઓ વફાદાર, ધૈર્યવાન અને દૃઢનિશ્ચયી હોય છે.
કર્ક
કર્ક સૌથી વફાદાર હોય છે. કર્ક રાશિના જાતકો માટે પરિવાર, મિત્રો અને પ્રેમીઓ સૌથી મહત્વની બાબત છે. તેઓ લાગણી અને પ્રેમને જોખમમાં મૂકી શકે એવું કશું જ નહીં કરે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર