Home /News /dharm-bhakti /

તમારી આંગળીઓ પરથી જાણો તમારું વ્યક્તિત્વ?

તમારી આંગળીઓ પરથી જાણો તમારું વ્યક્તિત્વ?

આપણાં શરીરનાં અંગમાં આપણાં ઘણાં રહસ્ય છુપાયેલા હોય છે. તે તમારા વર્તન, વ્યવહાર કે બીમારીઓ ઘણું બધુ જણાવે છે. એવું જ એક અંગ છે આપણી આંગળીઓ.

આપણાં શરીરનાં અંગમાં આપણાં ઘણાં રહસ્ય છુપાયેલા હોય છે. તે તમારા વર્તન, વ્યવહાર કે બીમારીઓ ઘણું બધુ જણાવે છે. એવું જ એક અંગ છે આપણી આંગળીઓ.

    ધર્મ ડેસ્ક: જો આપ કોઇનું વ્યક્તિત્વ સમજવા ઇચ્છો છો તો તેની આંગળીઓ જરૂરથી જોજો. ખરેખરમાં આપણાં શરીરનાં અંગમાં આપણાં ઘણાં રહસ્ય છુપાયેલા હોય છે. તે તમારા વર્તન, વ્યવહાર કે બીમારીઓ ઘણું બધુ જણાવે
    છે. એવું જ એક અંગ છે આપણી આંગળીઓ. જે વ્યક્તિત્વ વિશે ઘણું બધુ કહી જાય છે.

    -જે લોકોની અનામિકા એટલે કે વિંટી પહેરીયે તે આંગળી તર્જની એટલે કે પહેલી આંગળી કરતાં લાંબી હોય તે લોકો દેખાવમાં આકર્ષક હોય છે પણ તેમની અંદર ખુબજ ગુસ્સો ભરેલો હોય છે તેઓ કોઇપણ પ્રકારનાં જોખમ ખેડતા ડરતા નથી.

    -જે મહિલાઓની અનામિકા આંગળી તર્જની કરતાં લાંબી હોય તેવાં લોકો વ્યવસાય ક્ષેત્રે પણ ઘણી જ સફળતા મેળવે છે. જો મહિલાની અનામિકા લાંબી હોય તો તે બહિર્મુખી હોય છે તેનુ મગજ ખુબજ તેજ ચાલે છે.

    -જે લોકોની અનામિકા આંગળી તર્જની કરતાં નાની હોય છે તેમનાંમાં આત્મવિશ્વાસ ખુબ હોય છે સાથે જ તેઓ આકર્ષણનું કેન્દ્ર પણ રહે છે. તેમને ગમે છે જ્યારે લોકો તેમનાં વખાણ કરે છે.

    -જે લોકોની તર્જની અને અનામિકા બંનેની લંબાઇ સરખી હોય તેવા લોકો ઘણાં જ શાંતિ પ્રિય સ્વભાવનાં હોય છે. કોઇ ઝઘડામાં તેઓ પડતા નથી. તેમને લડાઇ ઝઘડાનો ભાગ બનવું અસહજ લાગે છે. તેથી તે તેનાંથી દૂર જ રહે છે.

    -જો આપની મધ્યમા એટલે કે વચ્ચેની આંગળીનો પહેલો વેઢો ઉપરથી ચપટો હોય તો એવાં લોકો કળાનાં ક્ષેત્રમાં મોટુ નામ બનાવે છે. જો બીજો વેઢો લાંબો હોય તો તે વ્યક્તિ વેપાર ક્ષેત્રમાં ઉંચાઇ હાંસેલ કરે છે.

    -કનિષ્કા એટલે કે ટચલી આંગળી. આ આંગળીને બુધની આંગળી પણ કહે છે. આ આંગળીની સારી-નરસી અવસ્થાથી વ્યક્તિની બુદ્ધિ અને કળા અંગે જાણવા મળે છે.

    -જે લોકોની અનામિકા વચ્ચેની આંગળી કરતાં પણ લાંબી હોય છે તે વ્યક્તિ જોખમ ઉઠાવનારો હોય છે અને જો મધ્યમા આંગળીની લંબાઇ તર્જની જેટલી જ હોય તો આવા વ્યક્તિઓમાં માન-સમ્માન અને ધન કમાવવાની તીવ્ર ઇચ્છા હોય છે.
    -વચ્ચેવાળી આંગળી શનીની કહેવાય છે. જો તે આંગળી અણીદાર હોય તો તે વ્યક્તિ આળસુ હોય છે. આ આંગળીનો સૌથી ઉપરનો ભાગ ચમકદાર હોય તો વ્યક્તિ સારો વક્તા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હોય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Luck, Nature

    આગામી સમાચાર