Home /News /dharm-bhakti /2023 Prediction: 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકો માટે આવું રહેશે વર્ષ 2023, આ બાબતોનુ રાખવુ પડશે ખાસ ધ્યાન
2023 Prediction: 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકો માટે આવું રહેશે વર્ષ 2023, આ બાબતોનુ રાખવુ પડશે ખાસ ધ્યાન
Numerology Suggestions
Numerology Suggestions no. 6 : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર પણ તમે તમારા ભવિષ્ય અને વ્યક્તિત્વ અંગે જાણી શકો છો. તો ચાલો જાણીએ નંબર 6, 15 અને 24 વાળા લોકોનું આગામી વર્ષ કેવું રહેશે. આ લોકોએ વર્ષ 2023 સારું જાય તે માટે નંબર 5ના લોકોએ શું કરવું? ચાલો જાણીએ વાર્ષિક અંકશાસ્ત્ર પૂજા બેન જૈન પાસેથી
આપણા જીવનમાં અંકોનું પોતાનું એક મહત્વ છે. અંકશાસ્ત્રના આધારે વ્યક્તિનો સ્વભાવ, તેની આદતો, વિચારવા અને કામ કરવાની રીત અને ભાગ્ય વિશે પણ જાણી શકાય છે. આજના આર્ટિકલમાં આપણે આવનારા વર્ષ 2023 માટે નંબર 6 ધરાવતા લોકો વિશે ચર્ચા કરીશું અને જાણીશું કે આવનારુ વર્ષ તેમના માટે કેવું રહેશે.
મહિનાની 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકોનો અંક 6 હોય છે. આ અંકનો સ્વામી શુક્ર છે. 6 જન્માંક ધરાવતા લોકો કારકિર્દી બનાવવામાં આગળ હોય છે. આ સાથે પ્રેમ અને પારિવારિક જીવનમાં પણ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આ લોકો તેમના અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવામાં ખૂબ સારા હોય છે. 6 અંક ધરાવતા લોકો તેમના પરિવારના સભ્યોને તમામ સુખ-સુવિધાઓ આપવા સક્ષમ હોય છે. આ લોકો ખૂબ જ સહાયક અને મદદગાર હોય છે અને કોઈની પણ મદદ કરવા માટે તૈયાર રહે છે. જો તેમની સાથે કોઈ બિઝનેસ પાર્ટનરશીપ કરવામાં આવે તો આ લોકો સૌથી વિશ્વસનીય વ્યક્તિ તરીકે કાર્ય કરે છે.
તેઓ ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ પોતાની આસપાસની વસ્તુઓમાં રહેલી સુંદરતાને જોવે છે અને તેનુ આકર્ષણ અનુભવે છે. આ કારણે તેઓ સુંદર સ્થળો અને સારા ફુડનો વધુ આનંદ માણે છે. સિવાય પણ જોઈએ તો 6 અંક ધરાવતા લોકો તેમના શારીરિક દેખાવ પર પણ ઘણો ખર્ચ કરે છે. તેઓ વૈભવી જીવનશૈલી ઈચ્છે છે. તેઓ ખૂબ જ ઉદાર હૃદયના હોય છે. વારંવાર સામાજીક કાર્યક્રમો અને જાહેર જગ્યાઓમાં જતા હોવાને કારણે લોકો તેમના પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે.
અંક 6 માટે વર્ષ 2023 શાનદાર વર્ષ સાબિત થાય તેવુ દેખાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ અને ડિસેમ્બરમાં આ લોકો મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે.
6 નંબરવાળા લોકો માટે વર્ષ 2023 કેવુ રહેશે?
કરિયર અને ફાઈનાન્સ
આગામી વર્ષ 2023 અંક 6 માટે કારકિર્દી અને નાણાકીય વૃદ્ધિ માટે અબોવ એવરેજ વર્ષ બનતુ દેખાય છે. અગાઉથી આયોજન કરવાથી આ વર્ષે તમારા પ્રોફિટ માર્જિનમાં વધારો થશે. તમે હંમેશા ભાગીદારીમાં કામ કરી શકો છો, આ વર્ષે તેઆ લોકોને અન્ય પક્ષ તરફથી મુશ્કેલી ઊભી કરવામાં આવશે. જો આવી કોઈ યોજનાઓ પર તે અમલ કરવા ઈચ્છતા હોય તો હાલ પૂરતી તેમને પેન્ડિંગ રાખવી વધુ યોગ્ય રહેશે. તમારા માટે ભાગીદારીમાં નહી પણ પોતાની માલિકીનો બિઝનેસ વધુ સારો રહેશે. મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ, ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લેવામાં આવે તો વધુ યોગ્ય રહેશે.
જો તમે નોકરીયાત વર્ગના છો તો તમારી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના આધારે તમને પ્રમોટ પણ કરવામાં આવશે. નોકરીની નવી તકો શોધતા લોકો માટે વિદેશની તુલનામાં દેશમાં નોકરીઓ સારી રહેશે. અહીં તમને હાઈ ગ્રોથ અને સેટિસ્ફેક્શન મળશે. વર્ષ 2023 માં પ્લાન્ડ નિર્ણયો લેવા અને અન્ય લોકો પરનો આંધળો વિશ્વાસ કરવાની ટેવમાં ઘટાડવો કરશો તો ચોક્કસથી સફળતાના દરવાજા ખોલી શકશો.
અંક 6 માટેનું વર્ષ 2023 સમગ્ર સંબંધમાં સાવચેત રહેવાનું સૂચન કરે છે. સ્પષ્ટ અને લાંબી વાતચીત એ ગેરસમજને ટાળવા અને પ્રેમ સંબંધોને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તમારો અંક 6 છે તે દ્રષ્ટિએ તમારું મોટું અને ઉદાર હૃદય શક્ય તેટલી વહેલી તકે બધી સમસ્યાઓનું નિરાકરણ કરશે.
પરિણીત યુગલોએ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે ટાઈમ કાઢવો પડશે. સુખી અને સમૃદ્ધ લગ્ન જીવન ટકાવી રાખવા માટે એકબીજા સાથે વધુમાં વધુ સમય વિતાવો. સંબંધો પૈસા પહેલાં આવવા જોઈએ. સિંગલ્સ લોકો માટે આ વર્ષે સોલમેટ શોધવાનું સરળ બનશે, તેથી ધીરજ અને શાણપણ રાખવું. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સાચો પ્રેમ શોધવાની સંભાવના વધારે છે.
વર્ષ 2023માં તમારો પરિવાર તમને ખૂબ જ સપોર્ટ કરશે. પરિવારના સમર્થનના પરિણામે તમે ઉર્જાનો અનુભવ કરશો અને તેઓ તમારા માટે ઓક્સિજન પુરવઠા તરીકે કાર્ય કરશે. સામાજિક રીતે તમારી સફળતાને કારણે લોકો તમારી ઈર્ષ્યા કરશે અને થોડા લોકો તટસ્થ રહેશે. તેથી હતાશા ન અનુભવશો અને તમારી યોજના મુજબ આગળ વધો. આ પ્રક્રિયા દરમિયાન તમારી શરતોનુ કોમ્પ્રોમાઈઝ કરવાનુ ટાળો અને સામાજિક દરજ્જાને વધારતી તમામ તકો પસંદ કરો. તમારું મોટું સોશિયલ નેટવર્ક બિઝનેસ કનેક્શન અને સોશિયલ સિક્યોરિટી લાવશે. જે સદ્ભાવના અને બ્રાન્ડ ઇમેજને પુનઃપ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.