Home /News /dharm-bhakti /Numerology 2023: 5, 14 અને 23ના રોજ જન્મેલા લોકો માટે 2023 કેવું રહેશે? અહીં જાણો

Numerology 2023: 5, 14 અને 23ના રોજ જન્મેલા લોકો માટે 2023 કેવું રહેશે? અહીં જાણો

Numerology 2023

Numerology Suggestions no. 5 : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર પણ તમે તમારા ભવિષ્ય અને વ્યક્તિત્વ અંગે જાણી શકો છો. તો ચાલો જાણીએ નંબર 5, 14 અને 23 વાળા લોકોનું આગામી વર્ષ કેવું રહેશે. આ લોકોએ વર્ષ 2023 સારું જાય તે માટે નંબર 5ના લોકોએ શું કરવું? ચાલો જાણીએ વાર્ષિક અંકશાસ્ત્ર પૂજા બેન જૈન પાસેથી

વધુ જુઓ ...
    આપણા જીવનમાં અંકોનું પોતાનું એક મહત્વ છે. અંકોનું મહત્વ એટલું વધારે છે કે તેને આધારે વ્યક્તિનો સ્વભાવ, તેની આદતો, વિચારવા અને કામ કરવાની રીત સિવાય તેના ભાગ્ય વિશે પણ જાણી શકાય છે. હિંદુ શાસ્ત્રમાં પહેલેથી અંકોના ચમત્કારી અને સામાન્ય કરતા કંઈક અલગ અર્થ કાઢવામાં આવ્યા છે. આજના આર્ટિકલમાં આપણે આવનારા વર્ષ 2023માં નંબર 5 ધરાવતા લોકોની સ્થિતિ કેવી હશે તે અંગે ચર્ચા કરીશું.

    5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો અંક 5 હોય છે. આ અંકનો સ્વામી બુધ છે. નંબર 5 ધરાવતા લોકો બહુમુખી અને અત્યંત ભાગ્યશાળી હોય છે. 5 નો અંક ધરાવતા લોકોની મેનેજમેન્ટ ક્ષમતાઓ ઘણી જ સારી હોય છે. આ અંક ધરાવતા લોકો એક સમયે એકથી વધુ કાર્યો અને અસાઈન્મેન્ટ પાર પાડી શકે છે. આ લોકો પાસે ખૂબ જ વિશ્લેષણાત્મક મગજ હોય છે. તેઓ કરિયર ફોકસ્ડ અને વ્યવહારુ હોય છે. આવા લોકોની એક ખાસીયત એ છે કે આ લોકો એક સમયે એક વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે પોતાની આસપાસના ઘણા લોકોનુ એકસાથે અવલોકન કરી શકે છે. તેઓ રોમેન્ટિક સ્વભાવના અને ખૂબ જિંદાદિલ હોય છે. આવા લોકો મુખ્યત્વે લવ મેરેજ કરવાને જ પ્રાથમિકતા આપે છે.

    નંબર 5 ધરાવતા લોકો ખૂબ જ આકર્ષક હોય છે. આવા લોકો જે પાર્ટીમાં જાય છે ત્યાં આકર્ષણનુ કેન્દ્ર બની જાય છે. આ લોકો પાસે દરેક વસ્તુ અને બાબતને લઈને ઘણું જ જ્ઞાન હોય છે જેથી તે સારી સલાહ પણ આપી શકે છે. અંક 5 ધરાવતા લોકો લોકોની મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે. જે લોકોને તેમની મદદની જરૂર હોય તેમની મદદ કરવા માટે આ લોકો હંમેશા તૈયાર હોય છે. 5 અંક ધરાવતા લોકો એન્ટરટેઈનર્સ છે. આ એવા લોકો છે જે ગ્રુપ અથવા હેટ ટુ ગેધરમાં વધુમાં વધુ આનંદ લેતા જોવા મળે છે.

    અંક ધરાવતા લોકો માટે વર્ષ 2023 સફળતા અને ઓળખાણની દ્રષ્ટિએ ઉત્તમ સાબિત થાય છે. જો તમારે અંક 5 હોય તો વર્ષ 2023માં તમારી બ્રાંડ ઇમેજમાં વધારો થશે. પછી ભલે તે કારકિર્દી, પ્રેમ, સામાજિક જીવન, મની બેલેન્સ અને આધ્યાત્મિક શિક્ષણ હોય. કોઈપણ ક્ષેત્રમાં તે સફળ સાબિત થશે.

    અંક 5 માટે આગામી વર્ષ 2023 રહેશે આવું:


    કારકિર્દી અને પૈસા

    વર્ષ 2023નો કુલ સરવાળો 7 થાય છે અને આ સરવાળાનો કુલ અંક નંબર 5 માટે નોંધપાત્ર રીતે સાનુકૂળ કામ કરે છે. તમને નવી નોકરી અથવા વ્યવસાય શરૂ કરવાની સુંદર તકો પ્રાપ્ત થશે. ઉદ્યોગના દિગ્ગજ અને નામાંકીત લોકો સાથે તમારા જોડાણ ભવિષ્ય માટે નસીબદાર અને અસરકારક સાબિત થતા દેખાય છે. નિઃશંકપણે, જોબ સેક્ટરમાં કામ કરતા લોકોને 2023માં પગાર વધારા સાથે બઢતી આપવામાં આવશે. એબ્રોડ સેટલમેન્ટ અને જોબ પ્રમોશન બંનેની અપેક્ષા રાખી શકાય છે.

    2023માં તમારા જીવનમાં એવી ઘણી ઘટનાઓ અને કિસ્સાઓ બનશે જે તમને વિચલિત કરશે, તેથી તમારે કેટલીક બાબતોને લઈને ધ્યાન કેન્દ્રિત કરવાની અને મહત્વાકાંક્ષી બનવાની જરૂર છે. તમારા ધારેલા લક્ષ્યો ઉંચા રાખો અને આગળ વધી તેને મેળવવાનો પ્રયાસ કરો. એપ્રિલ, મે, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ડિસેમ્બર નાણાંકીય નિર્ણયો લેવા માટે અદ્ભુત મહિનાઓ રહેશે. રાજકારણ, ગ્લેમર, રમતગમત, ઈવેન્ટ્સ, માર્કેટિંગ અને મીડિયાના લોકોએ અંતિમ ઉદ્દેશ્ય સુધી પહોંચવા માટે વર્ષના બીજા ભાગમાં વિશાળ નેટવર્કને એક્સપ્લોર કરવું જોઈએ.

    આ પણ વાંચો: 3, 12, 21, 30 તારીખે જન્મેલા લોકો વર્ષ 2023માં નવા કનેક્શન બનાવશે, જાણો કેવું રહેશે નવું વર્ષ

    પ્રેમ, રિલેશનશિપ અને લગ્ન

    વર્ષ 2023માં નંબર 5નો અંક ધરાવતા લોકો સારી વફાદારી અને સમૃદ્ધિ સાથે પ્રેમ અને સંબંધોનો આનંદ માણી શકે છે. અપરિણીત લોકોને જીવનસાથી મળવાની તાતી સંભાવના છે. આ વર્ષે પ્રેમ લગ્ન સરળતાથી શક્ય છે. માતા-પિતા પ્રેમના મિલનને સમર્થન પણ આપશે. લાંબા સમયથી અટવાયેલા પ્રેમ સંબંધો અને તેમા રહેલી શંકા કુશંકા અને દ્વંદ્વોનું સમાધાન થશે અને સંઘર્ષ વિના લગ્ન થશે સાથે જ ખૂબ જ સફળ પણ થશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનું બંધન મજબૂત રહેશે અને તમને સાથે મુસાફરી કરવાની અને ફરવાની તકો પણ મળશે.

    આ સાથે જ વર્ષ 2023 માં તમારા તમામ સાથીદારો અને સહકર્મીઓમાં સારા પ્રમાણમાં ઉત્સાહ અને સમર્થન જોવા મળશે. જો બાળક માટે આયોજન કરવામાં આવે તો અંકશાસ્ત્ર દ્વારા ચોક્કસ તમને તેમાં સફળતા મળતી દેખાય.

    વર્ષ 2023 સામાજિક સ્થિતિ અને પરિવાર માટે શાનદાર રહેશે. તમારી મજબૂત સામાજિક છબી સંબંધીઓનું ધ્યાન આકર્ષિત કરશે અને તેથી તમને વધુ વિશેષ દરજ્જો મળશે અને તમારુ સ્થાન ખાસ બનશે. કૌટુંબિક ગેટ ટુ ગેધરની અપેક્ષા વધુ જોવામાં આવે છે. આ સાથે જ તમારી છબી સારી હોવાથી આ પ્રકારના આયોજન કરવાની જવાબદારી તમારા પર જ આવશે. તમે નિષ્ઠાવાન છો અને દરેકની અપેક્ષાઓ પૂરી કરી શકશો. ભાઈ-બહેનનો વિશેષ સહયોગ પ્રાપ્ત થશે. તમારે તમારા સામાજિક જીવનમાં ઘણા બધા ધર્માદા કાર્ય કરવા જેથી કરીને તમારી સારી સામાજિક પ્રતિષ્ઠા મેળવવામાં તમને મદદ થશે.

    આ પણ વાંચો:  4, 13, 22, 31ના રોજ જન્મેલા લોકો માટે નવું વર્ષ પડકારો અને સિદ્ધિઓનું મિશ્રણ રહેશે



    વર્ષ 2023 માં અપનાવો આ ઉપાયો

    ભગવાન ગણેશની પૂજા વિધિ કરો.

    2 પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને પાણી અને ખોરાક ખવડાવવાથી નસીબમાં વધારો થશે અને સ્થિરતા આવશે.

    શુભ રંગ - લીલો અને સફેદ

    લકી નંબર - 5

    લકી દિશા - ઉત્તર અને પૂર્વ

    લકી દિવસ - બુધવાર
    First published:

    Tags: Dharm Bhakti, Horoscope, Numerology

    विज्ञापन