Home /News /dharm-bhakti /

જ્યોતિષમાં સૌથી અશુભ અને ભયાનક યોગ છે યમઘંટક, જાણો ક્યારે અને કેવી રીતે થાય છે તેની અસર

જ્યોતિષમાં સૌથી અશુભ અને ભયાનક યોગ છે યમઘંટક, જાણો ક્યારે અને કેવી રીતે થાય છે તેની અસર

વાંચો, શું છે યમઘંટક યોગ

What is Yamghantak Yog: મંગળ કાર્ય કરવા માટે અયોગ્ય માનવામાં આવતા આ યોગને નક્કી કરવા માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જ્યાં તેમના હોવાની સ્થિતિ નિર્માણ થાય છે. અશુભ યોગોને જોવા માટે પણ આ જ તથ્યોના આધારે જાણી શકાય છે.

    ધર્મભક્તિ ડેસ્ક: જ્યોતિષના સૌથી અશુભ યોગમાંનો એક છે યમઘંટક યોગ. આ કાળ દરમિયાન શુભકાર્યની મનાઈ હોય છે એટલે કે આ દરમિયાન વ્યક્તિ દ્વારા કરાયેલા શુભ કામોમાં અસફળતા મળવાની શક્યતા પ્રબળ હોય છે. ચાલો વિસ્તારથી જાણીએ શું હોય છે આ યમઘંટક યોગ. આ યોગમાં માંગલિક તથા શુભ કામ ન કરવાની વાત કેહવામાં આવી છે.

    જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ કામ કરવા માટે શુભ યોગ-સંયોગ હોવો જરૂરી છે.શુભ સમય તિથિ,નક્ષત્ર, ચંદ્રની સ્થિતી, યોગિની દશા અને ગ્રહની સ્થિતિનાં આધારે પસંદ કરવામાં આવે છે.

    મંગળ કાર્ય કરવા માટે અયોગ્ય માનવામાં આવતા આ યોગને નક્કી કરવા માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જ્યાં તેમના હોવાની સ્થિતિ નિર્માણ થાય છે. તેથી શુભ કાર્ય કરવા માટે આ અશુભ યોગનો ત્યાગ કરવો જોઈએ.

    પ્રવાસ, બાળકો માટે કરવામાં આવતા શુભ કાર્ય કે બાળકના જન્મ સમય માટે પણ આ યોગનું ધ્યાન રાખવામાં આવે છે અને જો આ યોગ પ્રવર્તતો હોય તો કાર્યને ઠેલી દેવું જ યોગ્ય છે. સંતાનનો જન્મ તો ભગવાનની ઈચ્છા અનુસાર થાય છે પણ જો તે સમયે યમઘંટક યોગ સર્જાતો હોય તો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તેની શાંતિ કરાવવી જરૂરી છે.

    વશિષ્ઠ ઋષિ દ્વારા રચાયેલા શાસ્ત્રમાં કહ્યું છે કે દિવસ દરમિયાન જો યમઘંટક નામનો દુષ્ટ યોગ આવતો હોય તો મૃત્યુ સમાન કષ્ટ થઈ શકે છે, પણ રાત્રિ દરમિયાન તેની અસર એટલી અશુભ માનતી નથી.

    કેમ આટલો અશુભ અને ભયાવહ છે યમઘંટક યોગ, જાણો કેવી રીતે રચાય છે આ યોગ.

    મંગળ કાર્ય કરવા માટે અયોગ્ય માનવામાં આવતા આ યોગને નક્કી કરવા માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જ્યાં તેમના હોવાની સ્થિતિ નિર્માણ થાય છે. અશુભ યોગોને જોવા માટે પણ આ જ તથ્યોના આધારે જાણી શકાય છે.

    ચાલો તો સમજીએ કે ક્યારે અને કેવી રીતે રચાય છે યમઘંટક યોગ:

    રવિવારના દિવસે જ્યારે મઘા નક્ષત્રનો સંયોગ થાય છે ત્યારે યમઘંટક યોગ સર્જાય છે.

    સોમવાર હોય તો તે દિવસે વિશાખા નક્ષત્ર હોય તો આ યોગની સ્થિતિ નિર્માણ થાય છે.

    મંગળવારના દિવસે આદ્રા નક્ષત્ર હોય તો વિનાશક યોગ સર્જાય છે.

    બુધવારના દિવસે જ્યારે મૂળ નક્ષત્રનો સંયોગ રચાય છે ત્યારે યમઘંટક યોગ સર્જાય છે.

    ગુરુવારના દિવસે જો કૃતિકા નક્ષત્રનું મિલન થઈ જાય તો યમઘંટક યોગ રચાય છે.

    શુક્રવારના દિવસે જો રોહિણી નક્ષત્રનો ઉદય થયો હોય તો આ યોગ સર્જાય છે.

    શનિવારના દિવસે જો હસ્ત નક્ષત્રની સ્થિતિ હોય તો આ સ્થિતિ વિનાશક યોગનું નિર્માણ કરે છે.

    પરંતુ રાત્રિકાળ દરમિયાન યમઘંટક યોગ વધુ અશુભ માનવામાં આવતો નથી.

    સામાન્ય રીતે શુભ કર્યો શરૂ કરતી વખતે ભદ્રા કાળથી બચવું જોઈએ અને ચર તેમજ સ્થિર લગ્નોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Astrology, Yamghantak yog

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन