વિશ્વની સૌથી મોટી શિવની પ્રતિમા ભારતના આ રાજ્યમાં થઇ રહી છે તૈયાર

News18 Gujarati
Updated: June 6, 2019, 11:19 AM IST
વિશ્વની સૌથી મોટી શિવની પ્રતિમા ભારતના આ રાજ્યમાં થઇ રહી છે તૈયાર
વિશ્વની ચોથી સૌથી મોટી મૂર્તિ રાજસ્થાનના નાથદ્વારામાં થોડા મહિનાઓમાં જ તૈયાર થઈ જશે.

ઉદયપુરથી 50 કિલોમીટરથી દૂરના અંતરે આવેલી ગણેશ ટેકરીમાં 351 ફૂટ ઊંચી પ્રતિમાનું પરિયોજના પર કામ ચાલી રહ્યું છે. 2012થી શરૂ થયેલી આ પરિયોજનામાં લગભગ 750 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

  • Share this:
જયપુર: વિશ્વની સૌથી મોટી ભગવાન શિવની પ્રતિમા અને વિશ્વની ચોથી સૌથી મોટી મૂર્તિ રાજસ્થાનના નાથદ્વારામાં થોડા મહિનાઓમાં જ તૈયાર થઈ જશે.
મિરજ ગ્રૂપના એક અધિકારી પ્રકાશ પુરોહિતે જણાવ્યું હતું કે ઉદયપુરથી 50 કિલોમીટરના અંતરે આવેલ ગણેશ ટેકરીમાં 351 ફૂટ ઊંચી પ્રતિમાનું કામ ચાલી રહ્યું છે.

2012 થી શરૂ થયેલી પરિયોજનામાં લગભગ 750 કર્મચારીઓ આ પ્રોજેક્ટમાં કામ કરે છે.

પ્રતિમાના નિર્માણમાં 2,500 થી વધુ ટન રિફાઇન્ડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તાવાળા તાંબાની સાથે ચમકતા શુદ્ધ ઝિંકનો ઉપયોગ કરીને 110 ફીટ ઊંચી pedestal બનાવવામાં આવી રહી છે.
બાંધકામ પૂર્ણ થયા પછી, ત્રણ સ્તર પર ત્રણ અલગ અલગ ગેલેરી બનાવવામાં આવશે - 20 ફૂટ, 110 ફૂટ અને 270 ફૂટ.

પ્રતિમાની આસપાસ લગભગ 300 ચોરસ ફૂટ ફેલાયેલ ક્ષેત્ર એક સુંદર ગ્રીન બગીચાથી સજાવવામાં આવશે.
ભારત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઘર છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઇ 597 ફૂટ છે.
વિશ્વની બીજી સૌથી મોટી મૂર્તિ ચીનની સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ છે, જેની ઊંચાઇ 420 ફૂટ છે.મ્યાનમારના ખટકાન તુંગમાં લેકુન સેક્કાયાની મૂર્તિ ત્રીજી સૌથી મોટી મૂર્તિ છે, જે 380 ફૂટ ઊંચી છે.
વિશ્વના કેટલીક સૌથી લાંબી શિવ મૂર્તિઓમાં નેપાળમાં કૈલાશનાથ મંદિર (143 ફૂટ), કર્ણાટકના મુરુદશ્વર મંદિર (123 ફૂટ) અને તમિલનાડુમાં આદિયોગ મંદિર (112 ફૂટ) છે.
અરવલ્લીની પહાડીઓમાં વસેલુ નાથદ્વારા 17 મી સદીના મેવાડના મહારાણા રાજ સિંહ દ્વારા બાંધવામાં આવેલા શ્રીનાથજી મંદિર નામથી પ્રસિદ્ધ છે.
First published: June 6, 2019
વધુ વાંચો
अगली ख़बर