કુમકુમ મંદિર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી, 'એક વૃક્ષ 50 વર્ષમાં 15.70 લાખનો ફાયદો કરી આપે છે'

કુમકુમ મંદિર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી, 'એક વૃક્ષ 50 વર્ષમાં 15.70 લાખનો ફાયદો કરી આપે છે'
કુમકુમ મંદિર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

વૃક્ષો બચાવીશું, તો આપણે બચીશું, વૃક્ષોનો ઉછેર કરો, વૃક્ષોનું ઉચ્છેદન નહીં. એક વૃક્ષ ૫૦ વર્ષની અંદર ૧૫.૭૦ લાખ રુપિયાનું ફાયદો કરી આપે છે.

 • Share this:
  અમદાવાદ : શનિવાર તા. પ જૂનના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી. ૧૦૦ વર્ષીય સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌને વૃક્ષો ઉગાડવા અને તેનું પોષણ કરવા માટે અપીલ કરી છે.

  આ પ્રસંગે પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે", આપણી સહુ કોઈની ફરજ છે કે, પર્યાવરણનું જતન કરવું જોઈએ. પર્યાવરણના જતન માટે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. ક્યારેય પણ વૃક્ષનું ઉચ્છેદન ના કરવું જોઈએ.  એક ઝાડનું મૂલ્ય ઓછામાં ઓછું ૧૫.૭૦ લાખ રુપિયાનું થાય છે.તેમ કલકત્તાની ઈન્ડીયન સાયન્સ કોલેજ દ્વારા સર્વે પણ કરવામાં આવેલ છે.વૃક્ષો હશે તો વરસાદ પણ વધુ પડશે તેથી આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ. આપણે સૌ ખાસ એક સૂત્ર યાદ રાખવા જેવું છે કે,વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન નહીં.

  વૃક્ષો આપણને ઓક્સીજન આપે છે .તેથી આપણે અવશ્ય વૃક્ષો ઉગાડવા જોઈએ. આપણે સૌ કોઇને ખ્યાલ છે કે કોરોનાવાયરસ ની બીજી લહેર આવી ત્યારે ઓક્સિજન માટે કેટલાય માણસો ને લાઈનમાં ઉભુ રહેવું પડતું હતું .ઓક્સિજનની એક બોટલ ની કિંમત કેટલી છે તે આપણને ત્યારે સમજાઈ હતી . અત્યારે પણ ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે કેટલાય પ્લાન નાખવાનું ચાલુ છે. તો જ્યારે આપણ સૌ કોઈને ભગવાને આવા વૃક્ષો આપ્યા છે તો તેનું જતન અવશ્ય કરવું જોઈએ.

  આજથી બસો વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વૃક્ષોનું જતન કર્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનવિચરણ કરતાં હતા ત્યારે તેમને કેટલાક વૈરાગીઓએ વનસ્પતિ ઉખેડવાનું કહ્યું, નહિ ઉખેડો તો મારીશું, તેમ બીક પણ બતાવી, છતાંય તેમણે વનસ્પતિ ઉખેડી ન હતી.

  શ્રી સ્વામિનારાયણ ભગવાને ધર્મગ્રંથોમાં પણ વૃક્ષો ઉગાડવા અને બાગ બગીચા કરાવવાની પોતાના આશ્રિતોને સોનેરી સલાહ આપી છે.તો આપણે વૃક્ષો વાવવા જોઈએ,તેનું જતન અવશ્ય કરવું જોઈએ.

  જીવનમાં સુખી થવું હોય વૃક્ષો ઉગાડવા જોઈએ,તેવી રીતે યુવાનોમાં સંસ્કારનું સિંચન પણ કરવું જોઈએ, યુવાનોમાં સંસ્કારનું સિંચન કર્યું હશે, તો જ માતાપિતા વૃધ્ઘાવસ્થામાં સુખેથી પોતાનું જીવન જીવી શકશે. બાળકો તો જ તમારી સેવા ચાકરી કરશે. તેથી યુવાનોને સમય કાઢીને સંસ્કારો આપવા જોઈએ.
  Published by:kiran mehta
  First published:June 05, 2021, 19:20 pm